કડી અને વિસાવદરની પેટા ચૂંટણી પૂર્વે મતદાર યાદી સંક્ષિ સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો

  • April 04, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર વિધાનસભા ની ખાલી પડેલી બેઠકો માટે મતદાર યાદીની સંક્ષિ સુધારણા માટે નો કાર્યક્રમ જાહેર થતાં હવે આ બંને બેઠક પર આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાશે અને તેની જાહેરાત થશે તેવા સ્પષ્ટ્ર સંકેત કેન્દ્રીય ચૂંટણી પચં તરફથી મળી ચૂકયા છે આગામી ૧૫ જૂન પહેલા આ બંને બેઠકો પર ચૂંટણી સંપન્ન થાય તેવી શકયતા છે.
કડી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી નું ફેબ્રુઆરી ૨૦૨૫ માં નિધન થતા તેમજ વિસાવદરની બેઠકમાં આપના ઉમેદવાર ભુપતભાઈ ૨૦૨૩માં રાજીનામું આપ્યું હતું.
આ બંને બેઠકો ખાલી પડી હતી ચૂંટણી પંચે તારીખ ૮ થી ૨૪ એપ્રિલ દરમિયાન આ બંને વિધાનસભા મતવિસ્તારમાં નવા મતદારોના નામની નોંધણી અને અગાઉ નોંધાયેલા મતદારોના નામોની સુધારણા કમી કરવા માટે ખાસ કાર્યક્રમની જાહેરાત કરી છે પાંચમી મેં ૨૦૨૫ સુધીમાં બંને વિધાનસભા બેઠકો સુધારેલી મતદાર યાદી જાહેર થયા પછી એટલે કે સંભાવના ૧૫ જૂન સુધીમાં પેટા ચૂંટણી યોજી શકે છે.
કોંગ્રેસના પાટીદાર નેતા હર્ષદ રીબડીયાએ ૨૦૨૨ માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા પછી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને કેસરિયો કેસ ધારણ કર્યેા હતો ૨૦૨૨ ની ચૂંટણીમાં ભાજપ એ વિસાવદરની બેઠકમાં રીબડીયા ની ટિકિટ આપી હતી તેની સામે આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી મેદાનમાં ઉતર્યા હતા અને ત્રિ પાખિયા જંગમાં આપના ભુપતભાઈ પાયાની જીત થઈ હતી અને રીબડીયા ની હાર થતા તેમણે વિસાવદરની ચૂંટણીના પરિણામને હાઇકોર્ટમાં પડકાં હતું પિટિશનના કારણે ૨૦૨૨ પછી રાયમાં ખંભાત વિજાપુર વાઘોડિયા પોરબંદર માણાવદર વિધાનસભા બેઠકો માટે નવેમ્બર ૨૦૨૪ માં વાવ વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી જે તે સમયે મામલો કોર્ટમાં હોવાથી ચૂંટણી યોજી શકાય ન હતી પરંતુ કાયદાકીય ગુંચ ઉકેલાય જતા હવે કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. હવે આગામી દિવસોમાં આ બંને બેઠકો પર પેટા ચૂંટણી ની તૈયારી માટે ચૂંટણી અધિકારીઓને આદેશ મળી ચૂકયા છે.મતદાર યાદીની સંક્ષિ સુધારણા કાર્યક્રમ બાદ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application