દ્વારકા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં 15 હજાર ફોર્મ ભરાયા

  • November 27, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

5897 નવા ફોર્મ ભરાયા, 2399 નામ રદ કરાયા


દેવભૂમિ દ્વારકા જિલ્લાના 634 મતદાન મથકો ઉપર મતદારયાદી સુધારણાના ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લાની બે વિધાનસભા મતક્ષેત્રમાં 3607 યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં 1563 તથા દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાં 2044  યુવા મતદારોએ નામ નોંધાવ્યા છે. આ તમામ યુવા મતદારોને આગામી ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી કાર્ડ મળશે.


ચૂંટણી પંચના આદેશ મુજબ  મતદાર યાદી સુધારણાના ખાસ ઝુંબેશમાં બી.એલ.ઓ. દ્વારા મતદાન મથકો ઉપર કેમ્પ કરવામાં આવ્યા હતા. ખાસ ઝુંબેશ કેમ્પમાં જિલ્લામાં કુલ 5897 નવા ફોર્મ ભરાયા જેમાં ખંભાળિયા વિધાનસભા મત વિભાગમાં 3068 તથા દ્વારકા વિધાનસભા મત વિભાગમાં 2829  મતદારો નોંધાયા છે.

સૌથી વધુ 6714  મતદારોએ નામ-સરનામામાં ફેરફાર કરાવ્યા છે. ખંભાળિયા વિધાનસભા મત વિભાગમાં 3988 અને દ્વારકા વિધાનસભા મત વિભાગમાં 2726 મતદારોએ નામ-સરનામામાં ફેરફારના ફોર્મ ભર્યા છે. સાથે 2388 મતદારોએ મતદાર યાદીમાંથી નામ કમી કરાવ્યા છે. જેમાં ખંભાળિયા વિધાનસભા મત વિભાગમાં 1144 તથા દ્વારકા વિધાનસભા મત વિભાગમાં 1244  મતદારોએ નામ રદ કરાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application