હાલારના સાત ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન: રાજ્ય સરકારને લપડાક

  • April 08, 2021 09:18 PM 

ખંભાળીયા, ભોગાત, નંદાણા, લાંબા, રાવલ, મોટી બાણુંગાર અને જશાપરમાં લોકોએ દશર્વિી જાગૃતતા: રાત્રિ કફર્યુ જેવી નિર્થક નીતિ સામે સ્થાનિક લોકોએ સંક્રમણને નેસ્તનાબૂદ કરવા દિવસે પણ પાડ્યો બંધ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયગાળા દરમ્યાન કોરોનાનું સંક્રમણ બમણી ગતિએ વધી રહ્યું છે, શેરબજારની જેમ સંક્રમણે મારેલા ઉછાળાના પગલે હાલારના સાત ગામોના સ્થાનિક લોકો દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણય કરવામાં આવ્યા છે, હાલારના ખંભાળીયા, ભોગાત, નંદાણા, લાંબા, રાવલ, મોટી બાણુંગાર, જશાપરના ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનના પગલે તમામ વેપાર-ધંધા સમયાનુસાર બંધ પાળી સાથ અને સહકાર આપી રહ્યા છે, આમ સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે રાજ્ય સરકારને ભારે લપડાક સાંપડી હોય તેમ રાત્રિના કફર્યુ જેવા નિર્થક મામલામાં સાંપડ્યા વગર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જરી પગલાં સ્થાનિક લોકો દ્વારા લેવામાં આવ્યા છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌપ્રથમ જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા મોટી બાણુંગાર ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકો દ્વારા કોરોનાના સંક્રમણને નેસ્તનાબૂદ કરવા માટે સ્વૈચ્છિક આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં દૂધ, દવા, મેડીકલ જેવી આવશ્યક ચીજવસ્તુઓ લોકોને મળી રહે તે માટે અમુક સમય માટે આવા વ્યવસાયો કાર્યરત રાખ્યા બાદ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મોટી બાણુંગાર ગ્રામ પંચાયત દ્વારા લોકોને વર્તમાન પરિસ્થિતિની જાણકારી મળી રહે તે માટે દરરોજ સાંજના લાઉડ સ્પીકર દ્વારા સંપૂર્ણ માહિતી ગ્રામજનોને આપવામાં આવી રહી છે, ગામમાં બહારથી આવતા લોકો માટે નો એન્ટ્રી તેમજ બહારગામથી આવનાર લોકોના કોરોના ટેસ્ટ અને હોમ કવોરન્ટાઇન રાખવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે, મોટી બાણુંગાર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનના આ નિર્ણયને સરાહનીય ગણવામાં આવી રહ્યો હતો.

જેના પગલે કલ્યાણપુર તાલુકાના નંદાણા, રાવલ, અને ભોગાત ગામના લોકોએ પણ સ્થાનિક પંચાયતના હોદ્દેદારો સાથે મળી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો હતો અને આ ત્રણેય ગામોમાં બપોર બાદ તમામ ધંધા, વ્યવસાયો બંધ રાખી  કોરોનાનું સંક્રમણ સંપૂર્ણપણે અટકાવવા માટે કોઇપણ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકોને આરોગ્ય ચકાસણીની સાથોસાથ કોરોના ટેસ્ટ અને વેકસીન આપવાની પ્રક્રિયા અવિરત જારી રાખવામાં આવી છે.

ત્યારબાદ કલ્યાણપુર તાલુકાના રાવલ નગરપાલિકા દ્વારા મામલતદારની અઘ્યક્ષતામાં તાજેતરમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં આગામી તા. રર સુધી દરરોજ સાંજના 4 વાગ્યાથી સ્વૈચ્છિક, આંશિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ગામમાં દવા, દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓ તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સાથોસાથ પાન-મસાલાની કાળાબજારી પર નિયંત્રણ અંગે પોલીસ સાથે કરાયેલી ચચર્-િવિચારણા બાદ પોલીસ વિભાગ દ્વારા આ અંગે ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે.

કોરોનાની વિસમ પરિસ્થિતિ વચ્ચે જોડિયા તાલુકાના જશાપર ગામના લોકોએ પણ સ્વૈચ્છિક આંશિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે અને આગામી તા. ર0 સુધી બપોરે 3 વાગ્યા બાદ ધંધા-વ્યવસાય બંધ રાખી લોકડાઉનને સાથ અને સહકાર આપવાની ખાતરી સ્થાનિક લોકો દ્વારા દશર્વિવામાં આવી છે, પંચાયતના આ નિર્ણયને લોકોએ સહર્ષ સ્વીકારી લીધો છે, પંચાયત દ્વારા આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિક લોકોના કોરોના ટેસ્ટ અને વેકસીન આપવાની કામગીરી અવિરત કાર્યરત રાખવામાં આવી છે.

આમ હાલારના સાત ગામોમાં દશર્વિવામાં આવેલી કોરોના સંદર્ભેની જાગૃતતાના પગલે રાજ્ય સરકારને લપડાક આપી હોય તેવું ચિત્ર સર્જાઇ જવા પામ્યું છે, બીજી બાજુ સરકાર દ્વારા રાત્રિના કફર્યુના નિર્થક આદેશો સામે દિવસ દરમ્યાન પણ ગ્રામજનો દ્વારા આંશિક લોકડાઉન લાદી કોરોનાના સંક્રમણને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા જાગૃતતા દશર્વિવામાં આવી છે, સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે આવા ગામમાં કોરોનાના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે, સાથોસાથ ગ્રામજનો દ્વારા સમગ્ર ગામમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS