ખાનકોટડામાં લાલબાપુની જગ્યામાં દર્શનાર્થીને ધમકી

  • May 12, 2021 11:30 AM 

જામનગરમાં રહેતા બાવાજી યુવાન કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે આવેલ લાલબાપુની જગ્યાએ દર્શન કરવા જતાં મંદિરના કાર્યકતર્એિ તેને આંતરી દર્શન કરવા આવવું નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના વિકટોરીયા પુલ પાસે રહેતા ચિંતન ગૌતમદાસ કાપડી નામનો રર વર્ષનો બાવાજી યુવાન તા. 11 ના રોજ બપોરના અરસામાં કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે આવેલ લાલબાપુની જગ્યાએ દર્શન કરવા ગયો હતો, ત્યાં મંદિરમાં દર્શન કરવા માટે અમૃતલાલ અઘેડા એ અટકાવી તેમને દર્શન કરવા આવવું નહીં, તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત અમૃતલાલ અઘેડાએ બાવાજી યુવાન બેફામ ગાળો જાનથી મારી નાખવાની ધમકી આપતા બાવાજી કાલાવડ પોલીસ સ્ટેશનમાં અમૃતલાલ અઘેડા વિઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ. આર.કે. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS