જામનગરમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્થળે મ્યુનિ કમિશનર દ્વારા મુલાકાત લેવાઇ

  • September 08, 2021 10:44 AM 

સરલાબેન ત્રિવેદી ભવનમાં પાણીના પ્રશ્ને સ્થાનિક રહેવાસીઓ દ્વારા કમિશનર સમક્ષ રજૂઆત

જામનગરના નવનિયુક્ત મ્યુનિ. કમિશ્નર દ્વારા ગઈકાલે સાંજે અન્ય વિભાગ ના અધિકારીઓને સાથે રાખી ને શહેરમાં મુખ્યમંત્રી , પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની અનેક આવાસ યોજના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. કમિશનરે સ્થાનિક  રહીશો સાથે ચર્ચા કરી હતી.અને રજૂઆતો સાંભળી હતી.

શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય કુમાર ખરાડી એ ગઈકાલે સાંજે મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલી અલગ-અલગ આવાસ યોજનાની  મુલાકાત કરી હતી. સૌપ્રથમ સત્યમ કોલોની એલ.આઇ.જી -૨ ની મુલાકાત કરી હતી.આ સમયે સ્થાનિક રહેવાસી ઓ સાથે ચર્ચા કરી હતી.

આ પછી સરલાબેન ત્રિવેદી ભવન ની મુલાકાત કરી હતી. આ સમયે ભવન ના  રહેવાસીઓ દ્વારા પાણીના પ્રશ્ને  કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારી આપવા અથવા તો બે વખત અલગ અલગ સમયે પાણી વિતરણ કરવા તેમજ ભવન પાસેના રોડ ઉપર સ્પીડ બ્રેકર મુકવા અંગે માંગણી કરવામાં આવી હતી.જેમાં કમિશનરે સંબંધિત અધિકારીઓ ને પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી .

આ પછી કમિશનર દ્વારા સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અન્ય આવાસ યોજના ની પણ મુલાકાત લેવામાં આવી હતી. તેમજ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો . તેમની આ મુલાકાત સમયે સીટી ઈજનેર  શૈલેષ જોષી , પ્રોજેક્ટ અને  પ્લાનિંગ શાખા ના  ઇજનેર ભાવેશ જાની સ્લમ શાખા ના અધિકારી અશોક જોષી વગેરે પણ સાથે જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS