વિસાવદર પોલીસે હસનાપુર ગામેથી જુગાર રમતા ૭ને ઝડપી લીધા

  • March 26, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હસ્નાપુર ગામે રામ મંદિર પાસે રોડ ઉપર જાહેરમાં અમુક ઈસમો જાહેરમાં તીનપતી રોન નામનો જુગાર ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગારની હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ રેડ કરતાં કુલ સાત ઈસમો જુગાર રમતા હોય અને જુગાર રમતા પટ્ટમાંથી જુદા-જુદા દરની ચલણી નોટો મળી કુલ રોકડ રૂ.૧૦,૨૩૦ તથા ગંજીપતાના પાના નંગ ૫૨, કિં.રૂ.૦૦ ગણી કુલ રૂ.૧૦,૨૩૦નો મુદામાલ મળી આવેલ હોય જેથી જુગારધારા ભંગનો કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં રાજેશ ઉર્ફે રાજુ કાનજી પાટડીયા (ઉ.વ.૩૨), વિજય ભીખુ ડાભી (ઉ.વ.૨૫), પ્રતાપ પુના માલણીયા (ઉ.વ.૨૭), વિજય કનુ વાઘેલા (ઉ.વ.૨૬), ભીમ દેવરજભાઈ ચીવણીયા (ઉ.વ.૫૦), કમલેશ હરીભાઈ પરમાર (ઉ.વ.૩૨) અને સંજય ગોબરભાઈ દુદકીયા (ઉ.વ.૩૦) રહે.  તમામ હસ્નાપુરને કુલ મુદામાલ રૂ.૧૦,૨૩૦ સાથે પોલીસ ઈન્સ. આર.બી.ગઢવી તથા સર્વેલન્સ સ્કવોડના પો.સબ. ઈન્સ. એસ.આઈ. સુમરા તથા પો. કોન્સ. હિંમતભાઈ ડાયાભાઈ મોરી તથા પ્રફુલભાઈ કરશનભાઈ ભેડા, દિનેશભાઈ અરજણભાઈ કાછેલા, અજીતસિંહ જુવાનસિંહ ભાટી તથા રાકેશ બાઉવેદભાઈ ડોબરીયા વગેરે સ્ટાફ સાથે રહી ઝડપી લીધા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News