BREAKING NEWS

વિસાવદર પોસ્ટ ઓફિસ રામ ભરોસે: કર્મચારીઓ મોડા આવી વહેલા જતા હોવાની ફરિયાદ

  • June 09, 2026 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ ગ્રાહકો સાથે ગેર વર્તન કરે છે, તેમજ સમયસર ના આવવું અને સમય પહેલા ચાલ્યું જાવું એ પોતાની રોજિંદી કામગીરી બનાવી લીધી છે
વિસાવદર પોસ્ટ ઓફિસ સવારના ૮–૦૦થી ૪–૦૦નો છે તેમ છતાં ઓફિસના સમયની કોઈ કદર ના હોય એવી રીતે મન ફાવે એ સમય અમુક કર્મચારીઓ આવે છે અને સમય પહેલા ચાલ્યાં જાય છે. યાં વિસાવદર તાલુકામાં મોટા ભાગના લોકો વિસાવદર પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલ છે તેમજ સિનિયર સિટીઝનો પણ પોસ્ટમાં પોતાની મરણ મૂડી મુકવા માટે આવતા હોય છે જયાં આવતા લોકોને ધરમ ના ધક્કા ખાવા પડે છે. ઓછો સ્ટાફ અને કર્મચારીઓ ની અનિયમિતતા યારે ખુદ કર્મચારીઓ કહે છે બપોરના લન્ચનો કોઈ સમય નથી તેવા તો કર્મચારીઓ દ્રારા ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે.
વિસાવદર પોસ્ટ ઓફિસ ઘણા સમયથી ભાડાની દુકાનમાં ચાલે છે, જેના કારણે ત્યાં આવતા લોકો અને ત્યાંના કામ કરતા કર્મચારીઓ માટે પણ વોશરૂમની સુવિધા પણ નથી.
કોઈ જાતની સુવિધાઓ ના મળવાને કારણે ત્યાં આવતા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application