ધ્રોલમાં વર્ચ્યુઅલ સાયન્સ-મેથ્સ સમર કેમ્પ સફળતાપૂર્ણ સંપન્ન

  • June 16, 2021 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોક વિજ્ઞાનકેન્દ્ર દ્વારા થયેલ હતું નિ:શુલ્ક આયોજનઃ સમગ્ર કેમ્પ ૨૭  જેટલા વેબીનારોમાં આશરે ૪૦૦૦ લોકો સામેલ થયા

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ દ્વારા શાળા-કોલજનાં વિધાર્થીઓ તેમજ આમજનતા હાલની કોરોના પરીસ્થિતિમાં બાળકો, શિક્ષકો તેમજ આમ જનતા ઘર બેઠા પોતાના જીવનમાં ઉપયોગી ગણિત-વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિમયી માહિતી મેળવી શકે, પ્રયોગ-પ્રવૃત્તિમાં તાલીમબધ્ધ થઇ તે પ્રવૃત્તિ જાતે જ કરવા સક્ષમ બની શકે તે ઉદેશથી “વર્ચ્યુઅલ સમર સાયન્સ-મેથ્સ કેમ્પનું આયોજન નિ:શુલ્ક કરવામાં આવેલ હતું.

આ સમર કેમ્પમાં દર સોમવારે ભૌતિક વિજ્ઞાન આધારિત દબાણ, ઉષ્મા, ચુંબક, જાતે પ્રયોગ પ્રવૃત્તિ કરો, દર મંગળવારે રસાયણ વિજ્ઞાન આધારિત કિચન કેમેસ્ટ્રી, કેમેસ્ટ્રી મેજિક, પાઠ્ય પુસ્તક આધારિત રસાયણ વિજ્ઞાન, દર બુધવારે જીવવિજ્ઞાન આધારિત ડીએનએ રેપ્લીકેશન, માઈક્રોસ્કોપી સ્લાઈડ, બાયોલોજી મોડેલ મેકિંગ, સ્કેલેટન મેકિંગ, દર ગુરુવારે ગણિત આધારિત મેથ્સ લેબ, ઓરીગામી ગણિત, સર્કલ એક્ટીવીટી, દર શુક્રવારે ઇકોલેબ આધારિત હાઇડ્રોપોનીક્સ, આપણું પર્યાવરણ આપણા હાથમાં પ્રવૃત્તિ, કિચન ગાર્ડન, દર શનિવાર-રવિવાર વિવિધ સ્પર્ધાઓ તેમજ કેમ્પ દરમ્યાન આપતા વલ્ડૅ ક્રિએટીવીટી ડે, વલ્ડૅ અર્થ ડે, નેશનલ ડીએનએ ડે, નો ટોબેકો ડે, તેમજ વિશ્વ પર્યાવરણ દિવસનિ ઉજવણી, નો શેડો ડે ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું.

ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષા સમર કેમ્પમાં લોક વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા ભૌતિક વિજ્ઞાન અંતર્ગત હાથવગા સાધનો આધારિત ભૌતિક વિજ્ઞાનની પ્રવૃત્તિ અને ભૌતિકવિજ્ઞાન આધારિત વિજ્ઞાન રમકડા વેબિનાર દ્વારા બાળકોને લાભ આપેલ હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો સામેલ થયેલ હતા, કુલ ૨૭ જેટલા વેબીનારો યોજાયા હતા, જેમાં ૪૦૦૦ બાળકો અને અન્ય આમ જનતા સામેલ થઇ કેમ્પને ખુબજ સફળ બનાવેલ હતો. આ સમગ્ર કેમ્પનાં સંચાલક તરીકે કેન્દ્રનાં પ્રોગ્રામ ઓફીસર ડૉ. સંજય પંડ્યા રહેલ અને મદદનીશ તરીકે કેન્દ્રનાં પંકજભાઈ ડાંગર, રવીન્દ્રજતી ગોસાઈ, શકીલાબેન જશરાયા, મામદભાઈ રઝવી હાજર રહ્યા હતા.

આ સમગ્ર કેમ્પની સફળતા બદલ સંસ્થાના ચેરમેન હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ શુભેચ્છા પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS