BREAKING NEWS

રાજકોટના જૂની પેઢીના દિવાની કાયદાના સીનીયર ધારાશાસ્ત્રી વિરેન્દ્રભાઈ દોશીનું અવસાન

  • February 20, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



​​​​​​​

રાજકોટના જૂની પેઢીના દિવાની કાયદાના સીનીયર ધારાશાસ્ત્રી વિરેન્દ્રભાઈ દોશી ગઈકાલે  બીમારી સબબ ૮૧ વર્ષની વયે અવસાન પામેલ છે. તેઓના સ્વ. દોશીના પિતાજી સ્વ. ચંદ્રકાંતભાઈ દોશી પણ દિવાની કાયદાના સુપ્રસિદ્ ધારાશાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત  કરેલી હતી. સ્વ. ચંદ્રકાંતભાઈ દોશીના ત્રણેય પુત્રો સ્વ. વી. સી.દોશી;સ્વ.જગદીપભાઈ દોશી( જે.સી.દોશી);અને સુરેશભાઈ દોશી વકીલાતના વ્યવસાયમાંપ જોડાયેલા છે.


સ્વ. વી. સી. દોશી રાજકોટમાં વકીલાતના વ્યવસાયમાં ૫૫ વરસથી જોડાયેલા હતા. રાજકોટ બાર એસોસિએશન દ્વારા તેઓનું વકીલાતના વ્યવસાયમાં યોગદાન બદલ સન્માન કરવામાં આવેલ હતું.


સ્વ. વિરેન્દ્રભાઈ દોશી ધર્મપરાયણ અને કર્તવ્યનિષ્ઠ; સરળ; મિલનસાર સ્વભાવના ઉમદા વ્યક્તિ હતા. તેઓ રાજકોટની અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.


સ્વ. વી.સી. દોશીનું શનિવારે ટેલિફોનિક ઉઠમણું


મૂળ કાલાવડ નિવાસી  હાલ રાજકોટ વિરેન્દ્રકુમાર ચંદ્રકાંત દોશી ઉંમર વર્ષ 81 તે સ્વ રમાબેન ચંદ્રકાંત હરિલાલ દોશી ના પુત્ર, પ્રતિભાબેન દોશીના પતિ, સ્વ એડવોકેટ જગદીપ (જીતુભાઈ) દોશી તથા એડવોકેટ સુરેશ દોશી ના ભાઈ, ઝંખના કોઠારી, ખ્યાતિ મેહતા, સિદ્ધાર્થ, રાહુલ, પારસ દોશીના મોટાભાઈજી તેમજ સ્વ. જેંતીલાલ મોતીચંદ પારેખ(જામનગર)ના જમાઈનુ ટેલિફોની ઉઠમણું તારીખ 21/02/2026 સાંજે 4-5 રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.


Mo. 9427725021

Mo. 9879481334

Mo. 9228093630

Mo. 9979300049



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application