વિરાટે દીકરીની તસવીર જાહેર કરવા અંગે કર્યો ખુલાસો, ક્લિક કરીને જાણો ક્યારે જોવા મળશે વિરુષ્કાની લાડકીનો ફોટો

  • January 13, 2021 04:46 PM 536 views

બોલીવુડ અભિનેત્રી અને નિર્માતા અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઘરે ઘરે ધૂમ મચાવી રહ્યા છે. અનુષ્કાએ સોમવારે (11 જાન્યુઆરી) બપોરે મુંબઇની એક હોસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કા અને વિરાટની પુત્રીનો જન્મ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. સોશિયલ મીડિયા પર આ સમાચારની માહિતી સાથે બંને સેલેબ્સ જોળી ભરીને અભિનંદન પામી રહ્યા છે. હવે બુધવારે (13 જાન્યુઆરી), હાલ જ બનેલા માતા-પિતાએ પાપારાઝીને તેમની નવજાત પુત્રીના ફોટા ન લેવાની અપીલ કરી છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ મુંબઇના પાપારાઝીને એક ચિઠ્ઠી લખીને તેમની નવજાત પુત્રીની પ્રાયવસીનો આદર કરવા વિનંતી કરી છે. આ નોંધમાં તેમણે તે બધા લોકોનો આભાર માન્યો જેમણે તેમને ખૂબ પ્રેમ આપ્યો.

તેમની નોંધમાં તેમણે લખ્યું છે કે, 'માતા-પિતા તરીકે, અમને તમારી પાસેથી એક સરળ વિનંતી છે. અમે અમારા નિવેદનમાં કહ્યું છે કે અમે અમારા બાળકની પ્રાયવસીનું રક્ષણ કરવા માંગીએ છીએ. તેથી જ અમને તમારી મદદની જરૂર છે. ' અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પાપારાઝીને ખાતરી આપી હતી કે તેઓ યોગ્ય સમયે બાળકીની તસવીરો શેર કરશે. તેમણે તેમની નોંધમાં વધુમાં લખ્યું છે કે તેમ છતાં અમે હંમેશાં સુનીચિત કરશું તમને લોકોને અમારી બાજુથી સામગ્રી મળે, પરંતુ અમે તમને અમારી બાળકી સાથે આવું ન કરવા વિનંતી કરીએ છીએ. તેમની નોંધમાં, તેમણે અંતે લખ્યું કે તમે સમજી શકો કે અમે ક્યાંથી આવીએ છીએ અને અમે તેના માટે આભાર માનીએ છીએ. '

 2020 માં, વિરાટ અને અનુષ્કાએ તેમના પહેલા બાળક સાથે ગર્ભવતી હોવાના સમાચાર જાહેર કર્યા. તેમના જીવનના આ મોટા તબક્કે ચાહકોમાં આનંદ અને ઉત્સાહ છે. હવે જ્યારે વિરુષ્કાની પુત્રી દુનિયામાં આવી છે, ત્યારે દરેક તેની પ્રથમ ઝલક મેળવવા માટે રાહ જોઈ રહ્યું છે, પરંતુ બંનેને થોડી પ્રાયવસી જોઈએ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application