ભારતીય પીચ ઉપર સવાલ કરનાર લોકોને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બરાબરનો જવાબ આપી દીધો છે. વિરાટ કોહલીએ ઈંગલેન્ડ સાથેના ચોથા અને અંતિમ ટેસ્ટ પહેલા દેશમાં સ્પિનરો માટે પીચ વિશે સતત ઉઠતા સવાલોના જવાબમાં કહ્યું હતું કે હો-હલ્લા બંધ કરીને ડિફેન્સને મજૂત કરી મેચ કરો.
કોહલીએ ગુરુવારે શરૂ થતી ચોથી અને અંતિમ ટેસ્ટ પહેલા પ્રેસ કોંફરન્સમાં કહ્યું હતું કે સ્પિન થતી પીચ વિશે હંમેશા વધુ ચર્ચાઓ અને હોબાળો થાય છે. મને પુર્ણ વિશ્વાસ છે કે આપણું મિડિયા તે વિચારોબ્ને ખંડન કરવામાં અને તેવા વિચારો રજૂ કરવાની સ્થિતિમાં માત્ર સ્પીન પીચની જ આલોચના કરવાનુ અનુચિત હોય તો તે સંમતુલિત વાતચીત થશે.
કોહલીએ ત્રીજા ટેસ્ટ મેચના અંતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાની નિષ્ફળતાઓ માટે બોલરોની તકનિકને જવાબદાર હોવાનું જણાવ્યું હતું. કોહલીએ કહ્યું હતું કે કોઈ પણ પીચની આલોચના કરવામાં આવી નહોતી. પીચ કેવું કામ આપી રહી છે, બોલની કેટલી મુવમેંટ થઈ રહી છે પીચ ઉપર કેટલું ઘાસ છે તે જોવા માટે કોઈ આવ્યું નહોતું. તેની ટીમ ફરિયાદ કરવાના બદલે પરિસ્થિતિ અનુકુળ કામ કરશે તો સફળતા ચોક્કસ મળશે.
ભારતે અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીંક બોલના ટેસ્ટમાં ઈંગલેંડને બે દિવસમાં જ હારનો ટેસ્ટ કરાવ્યો હતો. ઈંગલેંડની ટીમ રવિચંદ્રન , અશ્વિન અને અક્ષર પટેલની સ્પીન આગળ અમદાવાદ ટેસ્ટમાં બંને ઈનિગ્સમાં 112 અને 81 રન જ બનાવી શક્યા હતા. જ્યારે ચેન્નાઇમાં 134 અને 164 રન બનાવ્યા હતા.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230