T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલીએ તોડ્યો વધુ એક રેકોર્ડ, છવાઇ ગયો ઈન્સ્ટાગ્રામ પર
ભારતીય ક્રિકેટ ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. આ જીતને બે દિવસ થઈ ગયા છે, પરંતુ આજે પણ ભારતના લોકો સેલિબ્રેશનના મૂડમાં જ છે. દરેક લોકો સોશિયલ મીડિયા દ્વારા ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા જોવા મળે છે. પોતાની ખુશી વ્યક્ત કરતા ખેલાડીઓએ ટ્રોફી સાથેના પોતાના ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
રવિવારે ક્રિકેટર વિરાટ કોહલીએ તેના ફોટા શેર કર્યા છે. જેણે બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનો રેકોર્ડ તોડી નાખ્યો. વિરાટને કિયારા-સિદ્ધાર્થ સાથે શું લેવાદેવા? કયો રેકોર્ડ છે?
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ગયા વર્ષે લગ્ન કર્યા હતા. આ કપલે તેમના લગ્નના ફોટા શેર કર્યા હતા. જેણે એક રેકોર્ડ બનાવ્યો હતો કે આ ફોટા ભારતમાં સૌથી વધુ પસંદ કરાયેલ પોસ્ટ છે. આ કપલનો આ રેકોર્ડ દોઢ વર્ષ બાદ તૂટ્યો છે.
વિરાટ કોહલીએ આ રેકોર્ડ તોડ્યો
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ વિરાટ કોહલીએ પોતાની ટીમ સાથે શેર કરેલી તસવીરો લોકોને એટલી પસંદ આવી કે તેણે રેકોર્ડ પણ બનાવ્યો. આ પોસ્ટ ભારતમાં સૌથી વધુ પસંદ કરાયેલ પોસ્ટ બની ગઈ છે.
જ્યારે સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના ફોટાને 16 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે, જ્યારે વિરાટની પોસ્ટને 18 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે. જો કે વિરાટની પોસ્ટને સતત લાઈક્સ મળી રહી છે, તે હજુ પણ લિયોનેલ મેસીની પોસ્ટથી ઘણી પાછળ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ લાઈક પોસ્ટનો વર્તમાન રેકોર્ડ ધરાવે છે. 2022 FIFA વર્લ્ડ કપ જીતની ઉજવણી કરતી ફૂટબોલરની પોસ્ટને 75.3 મિલિયનથી વધુ લોકોએ પસંદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર્મી ચીફ બન્યા બાદ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની એલઓસીની પ્રથમ મુલાકાત
July 03, 2024 05:49 PMશું પાકિસ્તાનમાં સ્મશાન છે?હિન્દુ ધર્મના લોકો ત્યાં અંતિમ સંસ્કાર કરે છે કે...
July 03, 2024 05:31 PMબિહારમાં છેલ્લા 24 કલાકમાં 4 બ્રિજ ધરાશાયી
July 03, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech