Viral video: ભાજપ સાંસદ મેનકા ગાંધી પડ્યા કાદવમાં, સુલતાનપુરના વિકાસ પર ઉઠ્યા સવાલ

  • May 03, 2023 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીએ તેમના સંસદીય મતવિસ્તારના ચાર દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે શહેરના એક વિસ્તારમાં સભા સંબોધિત કરી હતી. જ્યારે ભાજપ સાંસદ મેનકા ગાંધી સંબોધન કરવા જઈ રહ્યા હતા, ત્યારે સવારથી ભારે વરસાદના કારણે રસ્તાઓ કાદવ કીચડ વાળા થઇ ગયા હતા જેમાં પગ લપસી જતા તેઓ પડ્યા હતા. મેનકા ગાંધી રસ્તી પર પડતાની સાથે જ તેમની સાથે આવેલા નેતાઓ અને કાર્યકરોએ તેમને ઉભા કરીને કારમાં બેસાડ્યા હતા.



સુલતાનપુરમાં પ્રવાસ દરમિયાન સાંસદ મેનકા ગાંધી સોમવારે તેમના સંસદીય ક્ષેત્ર સુલતાનપુર પહોંચ્યા હતા. જ્યા તેમને નગરપાલિકાની ચૂંટણીને લઈને એક નાની જાહેર સભા કરવા માટે વોર્ડ નંબર 15 ઘાસી ગંજ પહોંચ્યા હતા. જ્યા વર્તમાન ધારાસભ્ય વિનોદસિંહ સહિત અનેક વાહનોના કાફલો ગયો હતો. પરંતુ વરસાદ પડતા જ્યા મેનકા ગાંધી નુક્કડ જાહેર સભામાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તો કાદવથી ભરેલો હતો.



કાદવના કારણે વાહનો પણ સ્લીપ થતા હતા. ત્યારે સાંસદ કારમાંથી નીચે ઉતર્યા અને પગપાળા ચાલવાનો પ્રયાસ કર્યો હતો. સ્લીપ થવાને કારણો મેનકા ગાંધી કાદવમાં પડી ગયા હતા. તેના કારણે તેમના કાફલમાં હડબડા મચી ગઈ હતી. બીજી તરફ પ્રદેશ ધારાસભ્ય વિનોદ સિંહ પણ વરસાદમાં ભીંજાતા પગપાળા નીચે ઉતરીને રસ્તો ક્રોસ કર્યો હતો. પરંતુ મેનકા ગાંધી રોડ પર પડી હોવાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.


આ ઘટના બાદ જિલ્લામાં રસ્તાની હાલત પર સવાલો ઉઠવા લાગ્યા છે. મહત્વની વાત એ છે કે, જિલ્લાના સાંસદ ફંડમાંથી કોઈ વિકાસ થયો નથી. ત્યારે ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે હવે પછી શું વિકાસ થશે.?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application