કલ્યાણપુરમાં વિપ્ર વૃદ્ધને મારી નાખવાની ધમકી: ત્રણ કૌટુંબિક બંધુઓ સામે ફરિયાદ

  • June 21, 2021 10:54 AM 

કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામના મુળ વતની અને હાલ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા તથા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા જીવરાજભાઈ ગોવિંદભાઈ ઠાકર નામના 60 વર્ષના વૃદ્ધે હાબરડી ગામના ગંગારામભાઈ કારૂભાઈ ઠાકર, વિજયભાઈ કારૂભાઈ ઠાકર અને પ્રવિણભાઈ કારૂભાઇ ઠાકર નામના ત્રણ શખ્સો સામે બિભત્સ ગાળો કાઢી, પથ્થરનો ઘા મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી જીવરાજભાઈના શેઢા પરના લીમડાના ઝાડને આરોપીઓ દ્વારા કાપી નાખવામાં આવતા જીવરાજભાઈ આરોપીઓને "લીમડાનું ઝાડ શું કામ કાપ્યું?"- તેમ કહેતા ઉશ્કેરાઇને આરોપીઓએ હુમલો કરી, ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS