દ્વારકાના વિપ્ર યુવાન પર ધોકા અને પાઇપ વડે હુમલો

  • June 16, 2021 11:14 AM 

મારી નાખવાની ધમકી સબબ મહિલા સહિત ત્રણ સામે ગુનો

    દ્વારકાના ભદ્રકાલી મંદિર ખાતે રહેતા અને રસોઇ કામ કરતાં સચીનભાઈ નારણભાઈ સવાણી નામના 37 વર્ષીય રાજગોર બ્રાહ્મણ યુવાનના ભાઈને એક સંસ્થાના ટ્રસ્ટીએ આપેલા સંમતિપત્રક પછી તેઓ વિસ્તારમાં દીવાલ બનાવતા હતા. જે અંગેનું મનદુઃખ રાખી રવિ ઓડિચ તથા મેરૂ વાઘેર અને શારદાબેનએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી, ફરિયાદી સચિનભાઈને તથા સાહેદ સંદીપભાઈને બેફામ માર મારી ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

    આ બનાવ અંગે દ્વારકા પોલીસે મહિલા સહિત ત્રણેય સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS