પશ્ચિમ ત્રિપુરાના રાનીરબજાર વિસ્તારમાં એક મંદિરની મૂર્તિને નુકસાન થયા બાદ અજાણ્યા લોકોએ 12 મકાનો અને અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. સોમવારે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે તણાવ ઓછો કરવા માટે વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
સહાયક મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) અનંત દાસે જણાવ્યું હતું કે, રવિવારે મોડી રાત્રે કૈતુરબારીમાં દેવી કાલીની મૂર્તિ ખંડિત મળી આવ્યા બાદ આવારા તત્વોએ રાનીરબજારમાં લગભગ 12 ઘરોને આગ લગાવી દીધી હતી. કેટલીક મોટરસાઈકલ અને પીકઅપ પણ સળગી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગુસ્સે થયેલા ટોળાને જોઈને લોકો ઘર છોડીને ભાગી ગયા હતા. અનંત દાસે કહ્યું કે તણાવ ઓછો કરવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ ઈન્ટેલીજન્સ ઓફિસર અનુરાગ ધનખર અને પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક કિરણ કુમારે વિસ્તારની મુલાકાત લીધી છે.
તેમણે કહ્યું કે મિલકતોને થયેલા નુકસાનનું આકલન પૂર્ણ કર્યા પછી, પોલીસ સુઓ મોટુ સંજ્ઞાન લેશે અને કેસ નોંધશે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ, ભૂસ્ખલનથી રસ્તા બંધ, 1000થી વધુ પ્રવાસી ફસાયા
April 25, 2025 10:45 AMઆતંકીઓને કડક સજા મળવી જ જોઈએ, અમે ભારતની સાથે: અમેરિકા
April 25, 2025 10:43 AMનયારા એનર્જી ફરીથી લાવે છે, મહા બચત ઉત્સવ
April 25, 2025 10:43 AMપહેલગામ હુમલામાં દિવંગતોને ખંભાળિયામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
April 25, 2025 10:39 AMઅમેરિકાએ 41 દેશોને વિઝા-મુક્ત પ્રવેશની આપી મંજૂરી, 90 દિવસ સુધી રહી શકાશે
April 25, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech