ઉત્તરાખંડમાં હલ્દવાની મ્યુનિસિપલ કોર્પેારેશને ગઈકાલે બુલડોઝર વડે શહેરમાં બનેલ ગેરકાયદેસર મદરેસાને તોડી પડું હતું. અહીં નમાઝ પઢવા માટે ગેરકાયદેસર રીતે એક ઈમારત બનાવવામાં આવી રહી હતી, તેને પણ તોડી પાડવામાં આવી હતી. જેનાથી રોષે ભરાયેલા લોકોએ મહાનગરપાલિકાની ટીમ પર હત્પમલો કર્યેા હતો. ફાટી નીકળેલી હિંસામાં ૬ લોકોના મોત થયા હતા, ૨૦૦ પોલીસ–કોર્પેારેશનના કર્મચારીઓ સહીત ૩૦૦ લોકો ઘાયલ થયા હતા.તોફાની ટોળા દ્રરા અનેક વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી.
બદમાશોએ બાણભૂલપુરા પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું અને પથ્થરમારો કર્યેા હતો. અનેક વાહનો બળી ગયા હતા. ટ્રાન્સફોર્મરમાં પણ આગ લાગી હતી, જેના કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. ડીએમ વંદના સિંહે વનભૂલપુરામાં કર્યુ લાદી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે.
પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે કહ્યું કે, નજીકની છત પરથી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પેટ્રોલ બોમ્બથી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી યારે નોટિસ આપવામાં આવી હતી, ત્યારે પથ્થરો ન હતા. સીસીટીવી દ્રારા તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશનની બહાર જવા દેવામાં આવ્યા ન હતા. પોલીસ સ્ટેશનના રેકોર્ડ મને પણ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી તમામ રેકોર્ડ બળી ગયા હતા.
કેમ ફાટી નીકળી હિંસા?
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજયની સરકારી જમીનો પર ગેરકાયદે દબાણ દૂર કરવા સૂચના આપી હતી. જેના કારણે મહાનગરપાલિકાની ટીમે બાનભૂલપુરાના ઈન્દિરા નગર વિસ્તારમાં મલિકના બગીચામાં બનાવેલ ગેરકાયદેસર મદરેસા અને નમાઝની જગ્યાને જેસીબી મશીનની મદદથી તોડી પાડી હતી. આ પછી, નજીકમાં રહેતા તમામ કથિત અરાજકતાવાદી તત્વોએ પોલીસ અને વહીવટીતત્રં પર પથ્થરમારો કર્યેા, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયાઆ દરમિયાન ત્યાં હાજર ઘણા પત્રકારોને પણ ઈજા થઈ હતી. આવારા તત્વોએ ગેરકાયદેસર હથિયારોથી પોલીસ પર ફાયરિંગ પણ કયુ હતું.
હિંસાને કારણે શહેરમાં કર્યુ, દરેક ખૂણે પોલીસ બંદોબસ્ત
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ફેલાયેલી હિંસાથી શહેરનું વાતાવરણ તગં છે. નૈનીતાલના ડીએમ વંદના સિંહે હલ્દવાની હિંસા પર કહ્યું છે કે હાઈકોર્ટના આદેશ બાદ જ હલ્દવાનીના જુદા જુદા ભાગોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે હલ્દવાનીમાં હિંસા યોજનાબદ્ધ હતી. ટીમ પર હત્પમલો કરવા માટે પહેલાથી જ પથ્થરો નાખવામાં આવ્યા હતા. હિંસાને કારણે શહેરમાં કર્યુ લાદી દેવામાં આવ્યો છે. દરેક ખૂણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રશાસને કોઈને ઉશ્કેરવા માટે કઈં કયુ નથી: ડીએમ વંદના સિંહ
ડીએમ વંદના સિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને હલ્દવાનીમાં થયેલી હિંસા અંગે માહિતી આપી. પ્રેસ કોન્ફરન્સ પહેલા તેણે એક વીડિયો બતાવ્યો. આ પછી તેણે કહ્યું કે તમે બધા વીડિયોમાં જોઈ શકો છો કે પોલીસ ફોર્સ અથવા પ્રશાસને કોઈને ઉશ્કેરવા માટે કઈં કયુ નથી. તેણે કહ્યું કે કોઈને નુકસાન થયું નથી. આ પછી પણ કાર્યવાહી કરવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પેારેશન અને પોલીસ–પ્રશાસનની ટીમ પર હત્પમલો થયો હતો.
દરેકને નોટિસ આપવામાં આવી હતી: નૈનીતાલના ડીએમ
નૈનીતાલ ડીએમએ કહ્યું કે, હાઈકોર્ટના આદેશ બાદ હલ્દવાનીમાં ઘણી જગ્યાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. દરેકને નોટિસ અને સુનાવણી માટે સમય આપવામાં આવ્યો હતો. કેટલાક લોકો હાઈકોર્ટમાં ગયા, યારે કેટલાકને સમય મળ્યો અને કેટલાકને ન મળ્યો. તેમણે કહ્યું, યાં સમય આપવામાં આવ્યો ન હતો ત્યાં મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી. આ કોઈ અલગ–અલગ ઘટના ન હતી અને કોઈ ખાસ મિલકતને નિશાન બનાવીને કામ કરવામાં આવ્યું ન હતું.
ઈન્ટરનેટ સર્વિસ બધં કરાઈ
આ ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી. ઈન્ટરનેટની સર્વિસ બધં કરાઈ હતી. વધુ સુરક્ષા માટે પેરામિલિટરીની ચાર ટૂકડીઓ તૈનાત કરવામાં આવી હતી. આખાય વિસ્તારમાં કર્ફયૂ લગાવીને મુખ્યમંત્રીએ તમામ આરોપીઓને ઓળખીને પકડવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, હજુય તોફાનો કરતાં પ્રદર્શનકારીઓને દેખો ત્યાં ઠાર કરોનો આદેશ છૂટયો હતો. અહેવાલોમાં દાવો થઈ રહ્યો હતો કે બંને તરફથી ફાઈરિંગ શ થયું છે. ટોળાને કાબૂમાં કરવા માટે ટીઅર ગેસ છોડવો પડયો હતો. ગોળીબાર થતાં પોલીસે વળતો ગોળીબાર કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech