વેનેઝુએલામાં નિકોલસ માદુરોની જીતના વિરોધમાં લોકોએ જોરદાર હંગામો શરૂ કર્યો હતો. દક્ષિણ અમેરિકાના દેશોમાંથી પણ ઠેર ઠેર આગચંપીના સમાચાર આવી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી. વિપક્ષે એવો દાવો કર્યો છે કે તેમની પાસે રવિવારની ચૂંટણીમાં જીતનો પુરાવો છે, પરંતુ સરકારે પોતાની રીતે વિજયી બન્યાની જાહેરાત કરી હતી.જેના પગલે હવે વેનેઝુએલામાં મોટા પાયે પ્રદર્શન જોવા મળી રહ્યા છે. હજારો લોકો રાષ્ટ્રપતિ મહેલ તરફ આગળ વધી રહ્યા છે અને રાષ્ટ્રપતિ ભવન પર ભીડ એ કબજો કરી લીધો છે.
નેશનલ ઈલેક્ટોરલ કાઉન્સિલે કહ્યું હતું કે માદુરોએ મુખ્ય વિપક્ષી ઉમેદવાર એડમન્ડો ગોન્ઝાલેઝને હરાવીને 51 ટકા મતો જીત્યા હતા. જ્યારે વિપક્ષી ઉમેદવાર એડમન્ડો ગોન્ઝાલેઝને માત્ર 44 ટકા મત મળ્યા હતા. તેથી, નિકોલસ માદુરો ફરીથી ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા. જેની સામે વિપક્ષ એ વિરોધ નોંધાવ્યો છે. અમેરિકાએ પણ આ ચૂંટણીને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાએ કહ્યું કે માદુરોની જીતની કોઈ વિશ્વસનીયતા નથી. વિપક્ષે માદુરોની જીતને છેતરપિંડી ગણાવી અને કહ્યું કે તેમના ઉમેદવાર એડમન્ડો ગોઝાલેઝને 73.2 ટકા મત મળ્યા છે.
વિરોધ કરી રહેલા લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટનો મારો ચલાવ્યો છે. એક અહેવાલ મુજબ, ભીડ રાષ્ટ્રપતિના મહેલ તરફ આગળ વધી રહી છે. તેમની પાસે મોટા હથિયારો પણ છે. પોલીસ ફોર્સે ટીયર ગેસ છોડીને ભીડને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. હકીકતમાં, ચૂંટણી પહેલા કરવામાં આવેલા તમામ ઓપિનિયન પોલમાં એડમોન્ડો જીતતા જોવા મળ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આર્થિક સંકટ છે.
મસ્કે વેનેઝુએલાના રાષ્ટ્ર્રપ્રમુખની ચૂંટણી જીતનારા માદુરોને ગણાવ્યા 'સરમુખત્યાર'
વેનેઝુએલાની રાષ્ટ્ર્રપ્રમુખની ચૂંટણીના પરિણામો બાદ, જેમાં માદુરો અને તેના વિરોધીઓએ જીતનો દાવો કર્યેા હતો, એકસના માલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાજવાદી નેતા પર ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મસ્કે સોમવારે કહ્યું કે સરમુખત્યાર માદુરોને શરમ આવવી જોઈએ. યારે સામા પક્ષે માદુરોએ મસ્કને વેનેઝુએલાની શાંતિના કટ્ટર દુશ્મન ગણાવ્યા છે. સત્તાવાળાઓએ રવિવારની ચૂંટણીમાંથી મતોની વિગતવાર ગણતરીઓ જાહેર કરવામાં વિલબં કર્યેા હતો, અને બાદમાં તેઓએ માદુરોને ૫૧ ટકા મત સાથે વિજેતા જાહેર કર્યા, યારે નિવૃત્ત રાજદ્રારી એડમન્ડો ગોન્ઝાલેઝને ૪૪ ટકા મત મળ્યા. ૨૦૧૪ થી વિરોધના ત્રણ રાઉન્ડ દરમિયાન માદુરોને હાંકી કાઢવામાં નિષ્ફળ ગયા પછી, વિપક્ષે મતપેટી પર વિશ્વાસ મૂકયો હતો. મસ્કે એકસ પર તેના મિત્ર આર્જેન્ટિનાના રાષ્ટ્ર્રપતિ જેવિયર માઈલી દ્રારા કરવામાં આવેલી ટિપ્પણીઓને પણ રીટીટ કરી હતી. માઈલીએ જણાવ્યુ હતું કે વિપક્ષ માટે જબરજસ્ત બહત્પમતીથી વિજય જાહેર કરાયો છે અને વિશ્વ વર્ષેાના સમાજવાદ, દુ:ખ, અધોગતિ અને અનેક મૃત્યુ પછી સરકાર હાર સ્વીકારે તેની રાહ જોઈ રહી હતી.માદુરોએ તરત જ મસ્કની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપ્યો, અને તેમને વેનેઝુએલા માટે ખતરો ગણાવ્યો. માદુરોએ કહ્યું કે તે ફાસીવાદી વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રકૃતિ વિરોધી, અસામાજિક છે. તેણે ચેતવણી આપી છે કે જે મારી સાથે ઉલજશે તેનો અતં નક્કી છે. વિદેશી સરકારો સાથે મસ્કનો આ પહેલો મુકાબલો નથી. વેનેઝુએલાની ચૂંટણીના રન–અપમાં, વિશ્વભરના નેતાઓએ પણ પરિણામો પર ચિંતા વ્યકત કરી હતી, ઘણા લોકોએ મત ગણતરીમાં પારદર્શિતાની હાકલ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech