ખીમરાણા ગામમાં બે જૂથ વચ્ચે બઘડાટી: વાહનોમાં તોડફોડ

  • May 28, 2021 10:58 AM 

આરસી બુકના પ્રશ્ન અને મામલો બિચક્યો: ચારને ઇજા, સામસામે કરાતી ફરિયાદ

જામનગરની ભાગોળે આવેલા ખીમરાણા ગામમાં વાહનની આરસી બુકના મન દુખમાં બે સતવારા જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં એક બીજાને માર માર્યાની સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હુમલો ઉપરાંત આરોપીઓ દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી આ બનાવના પગલે ગામમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે, પોલીસ દ્વારા ફરિયાદના અનુસંધાને આરોપીઓની વિધિવત ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં રહેતા ગિરીશ પુંજાભાઈ ધારવીયા ઉંમર વર્ષ 28 નામના યુવાને ગઈકાલે પંચકોશી એમાં જામનગરના દિવ્યેશ મધોડીયા, રજનીકાંત ઉર્ફે ભરત ચૌહાણ, જયેશ, અમિત અને 2 અજાણ્યા શખ્સની સામે આઈપીસી કલમ 223, 294(ખ ), 427, 447, 114 તથા જી.પી.એ 135 (1)મુજબ ફરિયાદ નોંધાવી હતી.

તેમાં જણાવ્યા મુજબ ફરિયાદી ના ભાઈ રાજેશે આરોપી દિવ્યેશને મોટરસાયકલ વેચ્યું હોય અને આ કામના આરોપીઓએ ફરિયાદીના ઘરે ગુનો કરવાના ઈરાદે પ્રવેશ કરીને મોટરસાઇકલની આરસીબુક ક્યાં છે તેમ કહીને ફરિયાદીને અપશબ્દો બોલ્યા હતા.

તમે જ્યારે રોપી રજનીકાંતે છરી કાઢી ફરિયાદીને બતાવીને ચારેય આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને બાદમાં ફોન કરીને અજાણ્યા બે શખ્સોને ત્યાં બોલાવીને ફરિયાદીના ફળિયામાં પડેલ વાહનોમાં તોડફોડ કરી નુકસાન કરી અપશબ્દો બોલી એકબીજાને મદદગારી કરી હતી.

સામાપક્ષે જામનગરના ગોકુલ નગરમાં આવેલા રામનગર શેરી નંબર 8 માં રહેતા રજનીકાંત ઉર્ફે ભરત હર્ષદભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૨૦ દ્વારા પંચકોશી એમાં ખીમરાણા ગામ ના ગિરીશ પૂજા ધારવિયા, પુંજાભાઈ તથા ગિરીશના સાળા સામે જુદી જુદી કલમ મુજબ ફરિયાદ કરી હતી કે, ફરિયાદી, સાહેદો એ આરોપી ગીરીશભાઈનાં ભાઈ રાજેશ પાશે મોટર સાયકલ લીધી હતી અને તેની આરસીબુક રાજેશ પાસે હોય તે લેવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો સાથે ઝઘડો કરી આરોપી પુંજા એ ફરીને લાકડાના ધોકા વડે માથા, ખંભાના ભાગે ધા મારી અને ત્રણેય જણાએ ફરિયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો માર મારી ઈજા કરી તેમજ વાહનોમાં તોડફોડ કરી અપશબ્દો બોલી એકબીજાને મદદ કરી હતી.

ખીમરાણા ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થતા ચકચાર ફેલાઇ હતી દરમિયાન બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS