લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળમાં પૂર્વ બર્દવાન જિલ્લાના કેતુગ્રામમાં ગઈકાલે રાત્રે બોમ્બથી હુમલો કરીને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. આ કાર્યકર્તાની ઓળખ મિન્ટુ શેખ તરીકે થઈ છે. મિન્ટુ શેખ પર આ હુમલો ત્યારે થયો જ્યારે તે ચૂંટણીનું કામ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. ટીએમસી નેતૃત્વએ દાવો કર્યો છે કે તેમની હત્યા કથિત રીતે સીપીએમ સમર્થિત લોકો દ્વારા કરવામાં આવી હતીજયારે સીપીએમે દાવો કર્યો છે કે ટીએમસી જૂથના અથડામણને કારણે મિન્ટુ શેખની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે દાવો કર્યો છે કે આ હત્યા કોઈ જૂની અદાવતના કારણે થઈ છે. મિન્ટુ જ્યારે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે તે જ વિસ્તારના કેટલાક લોકોએ લાંબા સમયથી દુશ્મનાવટના કારણે તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મિન્ટુએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર બોમ્બ ફેંકવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થયું.
આ મામલે કોલકાતા પોલીસનું કહેવું છે કે અમને માહિતી મળી છે કે કેતુગ્રામ પીએસ હેઠળના ચેચુરી ગામનો બંને પક્ષે ઘણા કેસ નોંધાયેલા છે. હુમલા બાદથી આરોપીઓ ફરાર છે. તેમની ધરપકડ માટે ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જૂની અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ આ હત્યા બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. જ્યાં ટીએમસી આ હત્યા માટે સીપીએમને જવાબદાર ઠેરવી રહી છે, તો સીપીએમ તેને ટીએમસી નેતાઓનો સંઘર્ષ ગણાવી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસનું કહેવું છે કે હાલ આ વિસ્તારમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech