રેસલર અને કોંગ્રેસ નેતા વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકને લઈને મોટો દાવો કર્યેા છે. તેણે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ચીફ પીટી ઉષાએ શેર કરેલા ફોટો પર પણ નારાજગી વ્યકત કરી છે. રેસલિંગ ફાઇનલમાં પહોંચેલા ફોગાટને તેના વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તાજેતરમાં તે કોંગ્રેસમાં જોડાઈ છે. પાર્ટીએ તેમને હરિયાણાની જુલાના સીટથી ટિકિટ આપી છે.
ફોગટને યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે પીટી ઉષા તેમને મળવા પહોચ્યા હતા. તે દરમિયાન આઈઓએ ચીફે ફોગટ સાથે ફોટો પણ પડાવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ફોટોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. વાસ્તવમાં, વજન ઘટાડવાના પ્રયાસોને કારણે ફોગાટની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હવે રેસલરે આરોપ લગાવ્યો છે કે ઉષાએ ફોટો શેર કરીને રાજનીતિ કરી છે.
મીડિયા રિપોટર્સ અનુસાર, તેણે કહ્યું, મને ખબર નથી કે મને ત્યાં શું સમર્થન મળ્યું.' તેણે કહ્યું, 'પીટી ઉષા મેમ મને મળવા હોસ્પિટલ આવી હતી. એક ફોટો પણ કિલક કર્યેા હતો. રાજકારણમાં બધં દરવાજા પાછળ ઘણું બધું થાય છે. એ જ રીતે, ત્યાં પણ રાજકારણ થયું. તેથી માં હૃદય તૂટી ગયું. નહિ તો ઘણા લોકો એવા હતા જે કહેતા હતા કે કુસ્તી ન છોડો.
ફોટો અંગે તેણે આરોપ લગાવ્યો છે કે આ ફોટો તેની જાણ વગર લેવામાં આવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું, તમે હોસ્પિટલના પથારીમાં છો, યાં તમને ખબર નથી કે બહાર જીવન કેવી રીતે ચાલી રહ્યું છે. તમે જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો. આવી સ્થિતિમાં, તમે મારી સાથે ઉભા છો તે બતાવવા માટે, તમે મને કહ્યા વિના ફોટોગ્રાસ લઈ રહ્યા છો? સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને તમે કહો છો કે અમે સાથે ઉભા છીએ. આવી રીતે સમર્થન ન અપાય આ દેખાડો કરવા સિવાય બીજું કઈ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech