યુએસમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની જીત માટે તામીલનાડુના એક નાનકડા ગામ તુલસેન્દ્રપુરમમાં આવેલા ધર્મ સંસ્થા મંદિરના મુખ્ય પૂજારી ટી રુબન દ્વારા ખાસ પૂજા કરાઈ હતી. જેમાં ગામ લોકો પણ સામેલ થયા હતા. તમિલનાડુનું કમલા હેરિસનું મોસાળ છે. અહીના મંદિરની તકતી પર મંદિરના જીર્ણોદ્ધારમાં ફાળો આપ્નારા લોકોના નામ લખેલા છે. તેમાં કમલા હેરિસનું નામ પણ સામેલ છે. હેરિસે કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતા ત્યારે 2014માં રૂ. 5,000 (59.69 ડોલર)નું દાન કર્યું હતું.
તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી લગભગ 340 કિલોમીટર દૂર તુલસેન્દ્રપુરમ એક નાનકડું ગામ છે. લગભગ 300 પરિવારો હેઠળ લગભગ 1,200 લોકો ત્યાં રહે છે. એક સામાન્ય માન્યતા છે કે રિપબ્લિકન રાષ્ટ્રપતિ ભારત માટે વધુ સારા છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ચીનના વિકલ્પ તરીકે જોવા માંગતા હતા. પરંતુ આ ગામ ડેમોક્રેટ્સની જીત માટે ઈચ્છી રહ્યું છે. કાવેરી નદીના ફળદ્રુપ ડેલ્ટા પ્રદેશમાં આવેલું આ ગામ તેના લીલાછમ વૃક્ષો અને ખેતીની જમીન માટે જાણીતું છે. પરંતુ તે કમલા હેરિસનું પૈતૃક ગામ હોવાનો પણ દાવો કરે છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે ત્યાંનું મંદિર 500 વર્ષથી વધુ જૂનું છે.
જ્યારે કમલા હેરિસે 2020માં ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, ત્યારે પણ વિશેષ પ્રાર્થના કરી હતી. હાલ આખા ગામને હેરિસના મોટા પોસ્ટરોથી શણગારવામાં આવ્યું છે અને તેથી નજીકના ગ્રામજનો તેને કમલા હેરિસનું ગામ કહેવા લાગ્યા છે.
ગામમાં હેરિસના ચાહકો અને ડેમોક્રેટ સમર્થકોમાંના સ્થાનિક નેતા અને કાઉન્સિલર જયરામન સુધાકરે જણાવ્યું હતું કે, હેરિસના કાકી મંદિરમાં આવનારા છેલ્લી વ્યક્તિ હતા અને તેના વતી દાન આપવામાં આવ્યું હતું. હવે આ ગામમાં તેના કોઈ સંબંધી નથી રહેતા, પરંતુ તેનો અર્થ એ નથી કે ઉજવણીનો માહોલ ઓછો થઈ ગયો છે. તેની દરેક સફળતા પર અમે ફટાકડા ફોડીએ છીએ, પોસ્ટર લગાવીએ છીએ અને સરઘસ કાઢીએ છીએ. અહીંના લોકો ભારતીય રાજકારણ કરતાં અમેરિકન રાજકારણ વિશે વધુ જાણે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech