સુવરડામાં ફાઈટર પ્લેન દુર્ઘટનાના શહીદને ગ્રામલોકોએ આપી શ્રઘ્ધાંજલી

  • April 05, 2025 11:22 AM 


જામનગર તાલુકાના સુવરડા ગામ પાસે બે દિવસ પહેલાં એરફોર્સ નું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને એક જવાને શહીદી વહોરી હતી. જે વીર જવાનને સુવરડાના ગ્રામજનો એ શ્રદ્ધાંજલિ આપી છે. ફાઈટર પ્લેનને માનવસ્થિતિ દુર રાખીને પોતાના પ્રાણની આહૂતી આપી દેનારા શહિદ જવાન ને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.


જામનગરના એરફોર્સના પાયલોટ સિદ્ધાર્થ યાદવ, કે જેણે બે દિવસ પહેલા એરફોર્સના પ્લેન ક્રેશ દરમિયાન સુવરડા ગામની જનતાને બચાવવા માટેના અંતિમ પ્રયત્નો કર્યા હતા. ફાઈટર પ્લેન ક્રેશ થઈને સળગતી અવસ્થામાં નીચે પડી રહ્યું હતું, ત્યારે પોતાના પ્રાણની પરવા કર્યા વિના સળગતા પ્લેનને માનવ વસ્તી થી દૂર  ઝાડી ઝાખરા વિસ્તારમાં પ્લેન ને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, અને પોતે શહીદી વહોરી લીધી હતી.


જેથી સમગ્ર સુવરડા ના ગ્રામજનો આજે એકત્ર થયા હતા, અને પોતાના ગામને બચાવીને જીવન સમર્પિત કરી દેનારા વીર જવાન સિદ્ધાર્થ યાદવને કદી ભૂલી શકાશે નહીં, તેમ જણાવીને સર્વેએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. જેમાં નાના ભૂલકાઓ અને મહિલાઓ સહિતના સમગ્ર ગ્રામજનો એકત્ર થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application