ભાટીયા ગામના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, ખંભાળીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લાને માંગ કરતા પત્ર આપવામાં આવ્યો છે, જેમાં ભાટીયા ગામમાં આવેલ કેશરીયા તળાવમાં ઘણા સમયથી ગંદકી જોવા મળી રહી છે અને લોકો ત્રાહિમામ થઇ રહ્યા છે, ગંદકીના કારણે રોગચાળામાં પણ વધારો થઇ રહ્યો છે અને તળાવ પાસેથી નીકળતા ખૂબ જ ગંધ આવે છે, તેવું લોકોમાં ચચર્ઇિ રહ્યું છે.
ભાટીયા ગામના ગ્રામજનો દ્વારા દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીને માંગ કરતા પત્રમાં જણાવ્યું છે કે અમો બધા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના રહેવાસી છીએ, અમારા ભાટીયા ગામે ગામથી આથમે બાજુએ કેશરીયા તળાવ આવેલ છે, આ તળાવમાં વર્ષોથી ચોમાસાનું પાણી ભાટીયા ગામની સીમતળનું આવે છે, જેના કારણે આખું વર્ષ આ પાણી માણસો તથા ભાટીયા ગામની ગૌશાળાની ગાયોને પીવામાં ઉપયોગી થાય છે, પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી કચરો ભરવાના કારણે ગંદકી ફેલાઇ છે, હાલમાં આ તળાવમાં કચરો તથા ગટર અને અન્ય ગંદકીના કારણે ખૂબ જ કચરાનો ભરાવો થયેલ છે, જેના કારણે કચરાનો સડો થવાથી ભયંકર ગંદકી ઉભરી આવી છે, જેના કારણે આસપાસમાં રહેતા લોકો તથા આજુબાજુના દુકાનદારોને રહેવું મુશ્કેલ થઇ ગયેલ છે.
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આ તળાવમાં વર્ષોથી પીવાલાયક પાણી ભરાઇ છે, પરંતુ ભાટીયા ગ્રામ પંચાયતથી સમયસર સફાઇ કરવામાં ન આવતા ગંદકી ફેલાઇ છે અને લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય છે, અમોએ વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આ ગંદકીનો કોઇ નિકાલ થતો નથી, હાલમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે, જેના કારણે અમોએ આપને આ લેખિતમાં જાણ કરી જણાવી છીએ કે, આ તળાવની ગંદકી અને કચરાને તાત્કાલિક દૂર કરવા નહીં આવે તો અમારે ગાંધી ચીંઘ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, આ અરજી ઘ્યાને લઇ તાત્કાલિક સ્થળ તપાસણી કરી ગંદકી તથા કચરાનો નિકાલ કરવા ભાટીયા ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને માંગ કરતા પત્રમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech