દ્વારકામાં ટેસ્ટીંગ લેબ અને વેક્સિનેશન માટે મેદાનમાં આવશે વિક્રમ માડમ

  • May 27, 2021 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાની ભાણવડ નગરપાલિકાની મિટીંગના મામલે કલેકટરની મનમાનીનો ધારાસભ્યનો આક્ષેપ: દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યમાં યુવાનોને સમયસર વૈક્સિન આપવામાં સરકાર નિષ્ફળ જશે તો લડત આરંભવાની ચિમકી: ધારાસભ્યની પત્રકાર પરિષદમાં જાહેરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યા વધુ હોવા છતાં નગરપાલિકા પર કોંગ્રેસનું શાસન આવે નહીં તે માટે જિલ્લા કલેકટર દ્વારા મનમાની કરવામાં આવી રહ્યાંનો આક્ષેપ ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પત્રકાર પરિષદમાં વર્ણવ્યો હતો. આ ઉપરાંત વૈક્સિન મામલે સરકાર દ્વારા તાકિદની અસરથી યુવાનોને વૈક્સિન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સરકાર સામે રણશિંગૂ ફૂંકવાની બાબતો જણાવી હતી.

ખંભાળિયા-ભાણવડના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જામનગરની જીજી હૉસ્પિટલમાં 16મી માર્ચથી એમઆરઆઈ મશીન બંધ હોય જેના કારણે જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ સહિતના જિલ્લાઓના દર્દીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે જેથી  આ મામલે તેઓએ સરકારને તા.25 સુધીમાં એમઆરઆઈ મશીન કાર્યરત્ કરવામાં નહીં આવે તો તા.26થી આંદોલન પર બેસવાની ચિમકી આપવામાં આવી હતી. જેના પગલે તા.24ના રોજ જિલ્લા કલેકટર અને ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા જીજી હૉસ્પિટલમાં 9.5 કરોડના ખર્ચે હાલ એમઆરઆઈ છે તેવું જ મશીન મૂકવાની ખાત્રી આપવામાં આવી છે અને આ અંગે ટેન્ડર સહિતની પ્રક્રિયાઓ શ કરવામાં આવી છે. જેથી તેઓની આ માંગણી સંતોષાઈ હોવાથી હાલ આંદોલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

આ પત્રકાર પરિષદમાં વિક્રમભાઈ માડમે વધુમાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરટીપીસીઆર લૈબ બનાવવાની માંગણી કલેકટર અને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે. જો કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિમાં પણ અધિકારીઓ દ્વારા રાજકારણ ચલાવવામાં આવી રહ્યું છે. કેમ કે, ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી હોય અને પ્રમુખની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં જિલ્લા કલેકટર દ્વારા કોરોનાના મુદ્દે આ બેઠક મુલત્વી રાખવામાં આવી છે.વધુમાં અધિકારીઓ સરકારના ખોળે બેસીને ખૂદ આપખુદશાહી આચરી રહ્યાં છે, જેથી આવા અધિકારીઓએ પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ દરેક બાબતો ધ્યાને લેવી જોઈએ.

આ ઉપરાંત તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યમાં 18થી 44 વર્ષ સુધીના યુવાનોને વૈક્સિનેશનમાં થઈ રહેલાં અન્યાય અંગે તેઓએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા તાકિદની અસરથી વૈક્સિનેશન આપવાની પ્રક્રિયા વધુ વેગવંતી બનાવવામાં નહીં આવે તો અન્ય જિલ્લાના લોકોને સાથે લઈ સરકાર સમક્ષ રણશિંગૂ ફૂંકવાની ચિમકી દશર્વિી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS