રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના કાલાવડ રોડ ઉપર બિશપ હાઉસ પાસે ખાનગી બિલ્ડર સાથે જન ભાગીદારીથી પીપીપી આવાસ યોજના નિર્માણ કરવા માટે ત્યાં આગળ રહેલા વર્ષેા જુના કાચા પાકા મકાનો તેમજ ઝૂંપડપટ્ટી દૂર કરવા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગતના ડિમોલિશનમાં અન્યાય કરાયા મામલે રાજકોટના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર દ્રારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ જિલ્લા કલેકટર તેમજ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજુઆત કરવામાં આવતા તાજેતરમાં આ મામલે વિજિલન્સ તપાસ શ કરવામાં આવી હોવાનું મહાપાલિકાએ અરજદાર પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારને પાઠવેલા પ્રત્યુતરમાં જણાવ્યું છે
રાજકોટના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારએ ઉપરોકત મામલે શહેરી વિકાસ વિભાગ તેમજ મુખ્યમંત્રી કાર્યાલય સુધી કરેલી રજુઆત અન્વયે મહાપાલિકાના સિટી એન્જીનિયર આવાસ યોજના વિભાગ (ટેકિનકલ)એ તેમને રા.મ.ન.પા.આવાસ ટેકિનકલ જા.નં.૧૦૯૭થી તાજેતરમાં લેખિત પ્રત્યુતર પાઠવ્યો છે જે અક્ષરશ: નીચે મુજબ છે.
ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, આપની તારીખ વગરની અરજીના મુદ્દા ન.ં ૨ ના જવાબમાં જણાવવાનું કે, વોર્ડ ન.ં ૧૧ના રેવન્યુ સર્વે ન.ં ૧૨૩ પૈકી ટી.પી. સ્કીમ ન.ં ૫ (નાનામવા) એફ.પી. નં ૯૫ તથા ૨૮૮ પર રાય સરકાર દ્રારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જાહેર જમીન પર આવેલ ઝુપડપટ્ટીઓનું પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ઝુપડપટ્ટી પુન:વિકાસ અને પુન:વસન માટે ઠરાવ ક્રમાંક પીઆરસી૧૦૨૦૧૩૭૮૩થ તા. ૧૮૦૭૨૦૧૩ થી જાહેર કરવામાં આવેલ નીતિ અનુસાર નિયમોનુસાર ટેન્ડર પ્રક્રીયા કરી આ યોજના તા.૧૪૦૨૨૦૨૨ના રોજ શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત સામૂહિક હિતોને ધ્યાનમાં રાખીને કોઈપણ જાતના વિવાદ વિના કાયદેસર રીતે યોજના પૂર્ણ કરવામાં આવેલ છે.
આપની અરજીના મુદ્દા નં.૩ના જવાબમાં જણાવવાનું કે, વોર્ડ નં.૧૧ના રેવન્યુ સર્વે ન.ં ૧૨૩ પૈકી ટી.પી. સ્કીમ ન.ં ૫ (નાનામવા) એફ.પી. નં ૯૫ તથા ૨૮૮ પર રાય સરકારશ્રી દ્રારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જાહેર જમીન પર આવેલ ઝુપડપટ્ટીઓનું પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ઝુપડપટ્ટી પુન:વિકાસ અને પુન:વસન માટે ઠરાવ ક્રમાંક પીઆરસી૧૦૨૦૧૩૭૮૩થ તા. ૧૮૦૭૨૦૧૩ થી જાહેર કરવામાં આવેલ નીતિ અનુસાર નિયમોનુસાર ટેન્ડર પ્રક્રીયા કરી આ યોજના તા.૧૪૦૨૨૦૨૨ના રોજ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત સામૂહિક હિતોને ધ્યાનમાં રાખીને કોઈપણ જાતના વિવાદ વિના કાયદેસર રીતે યોજના પૂર્ણ કરવામાં આવેલ છે. જેથી વિદિત થશો.
આપની માંગણી મુજબ વિજિલન્સ તપાસની કાર્યવાહી પ્રક્રીયા હેઠળ છે. આ બાબતે આંદોલન કરવા જેવુ આત્યંતિક પગલું ન ભરવા આ સાથે આપને સમજ આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગતમંદિર પર તત્કાલ ધ્વજાજી માટે ડિસેમ્બર માસનો ડ્રો સંપન્ન
November 22, 2024 10:22 AMરાજકોટથી દિલ્હી જતી ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં આગ ભભૂકી
November 22, 2024 10:13 AMત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech