ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી એ ગુનો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટીને આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કાયદેસર રીતે આવી સામગ્રી રાખવી એ પણ ગુનો છે. CJI ડી.વાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. અરજીમાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ POCSO એક્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નથી. આ સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને POCSO એક્ટમાં ફેરફાર કરવા અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દને ચાઈલ્ડ સેક્સ્યુઅલી એબ્યુઝિવ એન્ડ એક્સપ્લોઈટિવ મટિરિયલ (CSAEM) સાથે બદલવાની સલાહ આપી છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી.પારડીવાલાએ કહ્યું કે, અમે કેન્દ્રને એમ પણ અનુરોધ કર્યો છે કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફીને બાળ યૌન શોષણ સામગ્રી સાથે બદલવા માટે વટહુકમ જાહેર કરવામાં આવે. આ સાથે હાઈકોર્ટને ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવા પણ કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, NGO જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન એલાયન્સની અરજી પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ NGOએ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા અને જોવાને ગુનો ગણ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech