વિદ્યા બાલન એક સમયે બની હતી રાષ્ટ્રીય મુદ્દો, વાંચો શું હતો આખો મામલો

  • March 08, 2021 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનએ ઘણા યાદગાર અને તેજસ્વી પાત્રો ભજવ્યા છે. તેમાંથી એકમાં 'ધ ડર્ટી પિક્ચર્સ'માં સિલ્ક સ્મિતાનું પાત્ર પણ શામેલ છે. આ ફિલ્મ માટે વિદ્યા બાલને વજન ઘણું વધાર્યું  હતું. જે બાદ તેનું વજન ચર્ચાનો વિષય બન્યું. ઘણી વખત વિદ્યા બાલન પણ તેના વધેલા વજનને કારણે ટ્રોલ થઈ હતી. પરંતુ, અભિનેત્રીએ આવી વાતો પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. પરંતુ, હવે અભિનેત્રીએ પોતાના વજન ઉપર ખુલીને વાત કરી છે. વિદ્યા બાલન કહે છે કે એક સમય એવો હતો જ્યારે તેણીએ વજનને લીધે તેના શરીરને નફરત કરવાનું શરૂ કર્યું હતું, કારણ કે ત્યારે તે એ સ્વીકારી નહોતી શક્તિ. 

વિદ્યા બાલન અનુસાર, એક સમય એવો હતો જ્યારે તેણીએ તેના શરીરને નફરત કરવાનું શરૂ કર્યું. કારણ કે તેનું વધતું વજન રાષ્ટ્રીય મુદ્દો બની ગયું હતું. જે પછી, ધીરે ધીરે તે આ સમસ્યાને દૂર કરવામાં સક્ષમ થઈ. એક મુલાકાતમાં વિદ્યા બાલને કહ્યું હતું કે હવે તે આ બધી બાબતોની કાળજી લેતી નથી, કે લોકો આપણા વાળની ​​લંબાઈ, હાથની જાડાઈ, વળાંક અને ઉંચાઈ પર શું કહે છે.

તેમણે કહ્યું- 'મારા માટે તે મહત્વનું છે કે હું બધી બાબતોમાંથી પસાર થઇ અને મેં શું કર્યું. તે જાહેરમાં હતું અને ખૂબ અપમાનજનક પણ હતું. હું એક ફિલ્મી પરિવારમાંથી આવી નથી. મને કહેવા માટે કોઈ નહોતું કે કોઈ તબક્કો અંતિમ નથી. મારો વજન મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો.  હું એમ નહીં કહીશ કે મારું વધતું વજન મને પરેશાન કરતું નથી. પરંતુ, મારે ઘણી વસ્તુમાંથી પસાર થવું પડ્યું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS