બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલન AI જનરેટ કરેલા વીડિયોને કારણે ચિંતિત છે. તે કહે છે કે AI વડે બનાવેલા તેના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને તે બનાવવામાં તેનો કોઈ હાથ નથી. તેમણે પોતાના ચાહકોને આવા વીડિયોથી સાવધાન રહેવા પણ કહ્યું છે.
વિદ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે એક AI વીડિયો છે. વીડિયોની ઉપર લખ્યું છે, 'સ્કેમ એલર્ટ'. વિદ્યાએ એક નોટ પણ શેર કરી. જેમાં તેણે લખ્યું, “વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો ફરતા થઈ રહ્યા છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તે વીડિયો AI દ્વારા જનરેટેડ અને નકલી છે.
વિદ્યાએ આગળ લખ્યું કે આવા વીડિયો બનાવવા અને ફેલાવવામાં મારી કોઈ ભૂમિકા નથી. હું આવી સામગ્રીને કોઈપણ રીતે સમર્થન આપતી નથી. વિડિઓમાં જે પણ દાવા કરવામાં આવી રહ્યા છે તે મારા નથી. કારણકે આવા વિડિઓ મારા મંતવ્યો અને કાર્યને પ્રતિબિંબિત નથી કરતા. હું દરેકને વિનંતી કરું છું કે કંઈપણ શેર કરતા પહેલા ચકાસણી કરે અને આવી AI સામગ્રીથી સાવધ રહે.
આ પહેલી વાર નથી જ્યારે કોઈ કલાકાર AI વિશે ચિંતિત હોય. દરરોજ, કોઈને કોઈ સ્ટારના AI ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. વિદ્યાએ ચાહકોને ચેતવણી આપવા માટે પોસ્ટ કરેલો વીડિયો જોઈને આ વીડિયો અસલી છે કે નકલી તે ઓળખવું ખૂબ મુશ્કેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech