BREAKING NEWS

જેતપુરના રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને ઢોસા સાથે મૃત જીવડું પિરસાયાનો વીડિયો વાયરલ

  • April 04, 2026 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં જૂનાગઢ રોડ, સરદાર ચોક વિસ્તારના એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પીરસાયેલા ઢોસામાં કંસારી જેવું જીવડું નીકળું હોવાનો વીડિયો વાયરલ થતાં શહેરની ખાણીપીણીના શોખિન લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
જેતપુરના સરદાર ચોક પાસે આવેલ રાજવાડી પાઉભાજી ઢોસા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને ખરાબ અનુભવ થયો હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં તા.૨એ રાત્રે એક સ્થાનિક પરિવાર મિત્રોપરિવારજનો સાથે 'રજવાડી ઢોસા'માં જમવા માટે ગયો હતો. તેમણે ઓર્ડર કરેલા ઢોસાની પ્લેટમાં અચાનક એક મરેલું જીવડું દેખાતા પરિવાર ચોંકી ઉઠો હતો. આ બાબતે ગ્રાહકે તાત્કાલિક હોટલના સંચાલકોનું ધ્યાન દોયુ હતું. પરંતુ હોટલ સ્ટાફ દ્રારા સંતોષકારક જવાબ આપવાને બદલે લુખ્ખો બચાવ કરવાનો પ્રયાસ કરાતા મામલો બિચકયો હતો.
ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યેા છે, જેના પગલે જેતપુરના ખાણી–પીણીના શોખીનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઢોસામાં કંસારી જેવું જીવડું હોવાનું જણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application