કોવિડ હોસ્પીટલમાં દર્દીઓ અને સગાઓ વચ્ચે વિડીયો કોન્ફરન્સની સુવિધા

  • April 18, 2021 01:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની કોવિડ હોસ્પીટલ દર્દીઓથી હાઉસફુલ થઇ જવા પામી છે, હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની પરિસ્થીતી કેવી છે તે અંગેની વાલીઓમાં ચિંતા પ્રસરી જવા પામી હતી, આ બાબતને અત્યંત ગંભીર ગણી હોસ્પીટલના તંત્ર દ્વારા સારવાર લઇ રહેલા દર્દીઓને તેમના વાલીઓ જોડે વાતચીત કરાવવા માટે વિડીયો કોન્ફરન્સની સેવા શ કરવામાં આવી છે.

ગણતરીના સમયગાળામાં જ શ કરવામાં આવેલી મોબાઇલ પર વિડીયો કોન્ફરન્સની સુવિધા દર્દીઓના વાલીઓ માટે સવારે 9 થી 1 અને બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આ સુવિધા કાર્યરત રાખવામાં આવશે જેમાં દર્દીઓના સગા-સબંધીઓને મોબાઇલ ફોન પર વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી ખબર અંતર પુછી શકશે જેથી વાલીઓને પણ તેમના પરિવારજનની તબીયત કેવી છે તેમને કેવી સારવાર આપવામાં આવે છે કે કોઇ પ્રકારની જરીયાત છે કે કેમ તે સહિતની તમામ બાબતોની જાણકારી મળી શકશે. આ સુવિધાનો આજે સવારથી આરંભ કરવામાં આવ્યો છે જેના કારણે દર્દીના વાલીઓમાં સંતોષની લાગણી પ્રસરી જવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS