જ્યારથી વિજય થલાપતીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ત્યારથી જ સ્થાનિક રાજકારણમાં સકારાત્મક હલચલ જોવા મળી રહી છે, વિજય તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા પછી તમિલનાડુ સરકારના સોશિયલ મીડિયા પેજના ફોલોઅર્સમાં 5 ગણો જંગી વધારો જોવા મળ્યો છે.સીએમઓ તમિલનાડુના સત્તાવાર પેજ પર પહેલા 400,000 ફોલોઅર્સ હતા, જે હવે 20 લાખથી વધુ થઈ ગયા છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજયે ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારથી જ આ કાર્યક્રમ ફક્ત સ્ટેડિયમની દિવાલો સુધી મર્યાદિત નથી રહ્યો, શપથ ગ્રહણ સમારોહમાં રાજ્ય સરકારના સત્તાવાર એકાઉન્ટ્સ પર ફોલોઅર્સ અને વ્યૂઝમાં અભૂતપૂર્વ વધારો થયો. ઘણા વર્ષોથી તમિલનાડુ સિનેમા બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવતા વિજયે હવે તમિલનાડુ સરકારને ટ્રેન્ડિંગ સોશિયલ મીડિયા ચાર્ટમાં ટોચ પર લાવી દીધી છે. રાજ્ય સરકારના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આવી જ ઉછાળો જોવા મળ્યો, જ્યાં ફોલોઅર્સની સંખ્યા 400,000 થી વધીને રાતોરાત 20 લાખ પર પહોચી ગઈ છે. ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહના લાઈવ પ્રસારણને તમિલનાડુ માહિતી અને જનસંપર્ક વિભાગની યુટ્યુબ ચેનલ પર રેકોર્ડ 280,000 વ્યૂઝ મળ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application