હર હંમેશ નવા જ લૂકમાં પોતાનું દમદાર કેરેક્ટર પ્લે કરનાર વિકી કૌશલની આવનારી ફિલ્મ 'મહાઅવતાર'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે
વિકી કૌશલ એક એવો એક્ટર છે કે જે હંમેશા નવા અને ચેલેન્જિંગ રોલ ખૂબ જ શાનદાર રીતે ભજવે છે. સરદાર ઉધમ સિંઘ હોય કે પછી સેમ બહાદુર દરેક પાત્રને તે હૂબહૂ જીવંત કરી જાણે છે. ત્યારે વિકી કૌશલે ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરીને તેની આગામી ફિલ્મ 'મહાવતાર'ની જાહેરાત કરી છે.
વિકી કૌશલ તેની આગામી ફિલ્મ 'મહાવતાર'માં ચિરંજીવી પરશુરામના અવતારમાં જોવા મળશે. આજે આ ફિલ્મના ફર્સ્ટ લુક સાથે તેણે આ માહિતી શેર કરી છે. આ ફિલ્મને સ્ત્રી, સ્ત્રી2, મુંજયા જેવી બ્લોક બસ્ટર ફિલ્મોનું નિર્માણ કરનાર મેડોક ફિલ્મ્સ બેનર હેઠળ દિનેશ વિજન કરશે. આ ફિલ્મ 2026માં રિલીઝ થશે.
વિકી કૌશલ તેની દરેક ફિલ્મમાં એક નવા જ લુકમાં જોવા મળતો હોય છે અને તે હંમેશા નવા લુક્સ ટ્રાય કરે છે. થોડા સમય પહેલા જ તેની આવેલી ફિલ્મ 'બેડ ન્યૂઝ'એ ભલે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાણી નહોતી કરી પરંતુ વિકીના ફ્લૉલેસ ડાન્સ મૂવ્ઝે આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. ત્યાં સુધી કે યુ. એસ. એમ્બેસીના દિવાળી ફંક્શનમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટી પણ તૌબા-તૌબા ગીત પર ઝૂમ્યા હતા.
આ ફિલ્મ વિશે મેડોક ફિલ્મસે જણાવ્યું હતું કે, 'દિનેશ વિજને ધર્મ અને એક અમર યોધ્ધાની વાર્તાને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે.' આ ફિલ્મને સ્ત્રી, સ્ત્રી2 અને ભેડિયાના અમર કૌશિક ડિરેક્ટ કરશે. મહાઅવતારમાં વિકી કૌશલ પરશુરામની ભૂમિકામાં જોવા મળશે અને 2026માં ક્રિસમસ પર આ ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા રહેલી છે.
હાલ વિકી કૌશલ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વૉર'ના શૂટિંગમાં વ્યસ્ત છે, નવેમ્બર 2025થી મહાવતાર ફલોર પર આવી જશે. તો આગામી ડિસેમ્બરમાં વિકી કૌશલ છત્રપતિ સંભાજીના પાત્રમાં ફિલ્મ 'છાવા'માં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech