કેટરીનાનો પતિ વિકી કૌશલ અમદાવાદનો બન્યો મહેમાન

  • May 30, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • આઇપીએલની મેચ જોવા સાથે પોતાની ફિલ્મનું કર્યું પ્રમોશન
  • અમદાવાદમાં માણ્યો મજેદાર ફાફડા અને જલેબીનો સ્વાદ


એકબાજુ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ફાઈનલ મેચ રમાઇ રહી હતી. અને બીજી બાજુ બોલીવૂડ એક્ટર વિકી કૌશલ પણ અમદાવાદમાં આવ્યો હતો. તે પોતાની આગામી ફિલ્મ ઝરા હટ કે ઝરા બચ કે પ્રમોશન માટે આવ્યો હતો અને ફાફડા જલેબીનો જવાદ માણતા તેણે મનોરંજન પણ કર્યું હતું. તેણે એક તસવીર શેર કરી હતી. જેમાં લખ્યું હતું...ઝરા ફાફડા ઝરા જલેબી.


બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેણે અમદાવાદમાં ફાફડા અને જલેબીનો આનંદ માણ્યો છે. ઝરા હટકે ઝરા બચકેનું ટ્રેલર રિલીધ થઇ ગયું છે. જે વાર્તાની 'સાઇડ એથી  શરૂ થાય છે. વિકી કૌશલ અને સારા અલી ખાન ઈન્દોરના પરિણીત કપિલ અને સૌમ્યાની ભૂમિકામાં છે. ટ્રેલર તેમના ખીલેલા પ્રેમની ઝલક આપે છે અને શરૂઆતમાં તેમનો પરિવારો ખુશ છે.


ટ્રેલર ઝડપથી 'સાઇડ બી' પર શિફ્ટ થાય છે, જ્યાં કપિલ અને સૌમ્યા એકબીજા સાથે લડતા અને છૂટાછેડા તરફ જતાં જોવા મળે છે, જેથી દરેક જણ એ પ્રશ્ન કરે છે કે શું ખોટું થયું છે. આ ટ્રેલર રોમાન્સ, ડ્રામા અને કોમેડીની રોલરકોસ્ટર રાઈડની ઝલક દેખાડે છે. આ ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર છે. આ ફિલ્મ તારીખ 2 જૂન, 2023ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે.



હાલ અભિનેતા વિકી કૌશલ અમદાવાદની મુલાકાતે આવ્યો છે. તે ફિલ્મના પ્રમોશનનની સાથે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચ જોવા અમદાવાદનો મહેમાન બન્યો હતો.. રવિવારે ખરાબ હવામાનના કારણે મેચ રદ કરવામાં આવી હોવાથી તે અહીં જ રોકાયો હતો. આ દરમિયાન તેણે આજે અમદાવાદમાં ફાફડા અને જલેબીનો આનંદ લીધો હતો. વિકી કૌશલે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તેણે અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં ફાફડા અને જલેબીની મજા માણી ત્યારે પિચ કલરની હૂડી સ્ટાઈલમાં કપડાં અને જિન્સ પહેરવા ઉપરાંત બ્લેક ચશ્મામાં સુપર દેખાતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application