વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2024ઃ 10 જાન્યુઆરીના રોજ સરકારી કચેરીઓ સવારે 10.30 વાગ્યાને બદલે બપોરે 12 વાગ્યે થશે શરૂ

  • January 09, 2024 12:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા. ૧૦-૧૧-૧૨ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો શુભારંભ થવાનો છે. જેમાં દેશ વિદેશના ડેલીગેટ્સ, વિવિધ રાજ્યોના પ્રતિનીધીઓ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ, કેન્દ્ર તથા વિવિધ રાજ્યના મંત્રીઓ, ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેવાના છે. 


આ સમયગાળા દરમ્યાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વી.વી.આઇ.પી મહાનુભાવોના વાહનોની અવર જવર રહેશે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તથા વી.વી.આઇ.પી.ઓની સલામતીને ધ્યાનમાં રાખીને તા. ૧૦/૦૧/૨૦૨૪, બુધવારના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીઓ શરૂ થવાનો સમય સવારે ૧૦.૩૦ના બદલે બપોરે ૧૨:૦૦ વાગ્યાનો રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.  


આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તા. 10 જાન્યુઆરી, 2024ના રોજ વીઆઈપી ડેલીગેટ્સ, હેડ ઓફ સ્ટેટ, હેટ ઓફ ગવર્નમેન્ટ, રોકાણકારો તથા ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ સમયગાળા દરમિયાન મહાત્મા મંદિર તેમજ સેક્ટર 17 એક્ઝિબિશન હોલ ખાતે વીવીઆઈપીની અવરજવર વધુ પ્રમાણમાં રહેશે તેમ હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ શકે છે. આમ, વીવીઆઈપી મુવમેન્ટ માં અસર ન થાય અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ગાંધીનગરની તમામ સરકારી કચેરી સવારે 10.30 વાગ્યાને બદલે બપોરે 12 વાગ્યે શરૂ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application