વેરાવળ સર્વેલન્સ સ્કવોડે ૩૬ કિલો ગૌ માંસ જથ્થા સાથે બે શખસ ઝડપાયા

  • September 21, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લ ાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા જીલ્લ ામાં ગૌમાસની હેરા ફેરી કે વેચાણ કરતા શખ્સોને શોધી કાઢવા સુચના આપતા સીટી પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એસ.એમ.દેવર તથા એ.એસ.આઇ. વિપુલભાઇ રાઠોડ, વજુભાઇ ચાવડા, પો.હેડ કોન્સ.સુનિલભાઇ સોલંકી, વિશાલભાઇ ગળચર, અનિરુધ્ધસીંહ રાયજાદા, ચિંતનસિંહ ખેર, હરેશભાઇ ચુડાસમા, પ્રદીપસિંહ ખેર, પો.કોન્સ.અશોકભાઇ મોરી, રોહીતભાઇ ઝાલા, નદિમભાઇ બ્લોચ, ભુપતભાઇ સોલંકી, રવિભાઇ ગોહીલ સહીતના પેટ્રોલીંગમા હતા ત્યારે આરબ ચોક અમર સાદીક શેરી સાજીદ અ.રહેમાન પંજા પાસે પોતાના ઘરમા ગૌમાસ રાખી ગૌમાસનુ વેંચાણ કરતા હોવાની હકિકતના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડતા ચણના કોથળામાં ત્રણ-ત્રણ કિલ્લ ોની પ્લાસ્ટીકની કોથળીઓ એકસરખુ આશરે 3 કિ.ગ્રામ જેટલુ ગૌમાસ ા.5400ના મુદામાલ સાથે પકડી પાડેલ તેમજ આરોપી સાજીદ ઉર્ફે બીજેપી અબ્દુલ રહેમાન પંજાએ આ ગૌમાસ ક્યાંથી લાવેલ જે બાબતે પુછપરછ કરતા પંદર દિવસ પહેલા પોતાના મિત્ર અસ્પાક ઉર્ફે ગાદલો હનીફભાઈ પંજા રહે-વેરાવળ અલીભાઈ કોલોની બાગે યુસુફ વાળા પાસેથી લીધેલ હોવાનુ જણાવતા તેની પણ અટકાયત કરી બન્નેના વિરૂધ્ધમા પશુ સંરક્ષણ અધિનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application