વેરાવળમાં ટાવર ચોકમાં આવેલ દાળપકવાનની દુકાને એક શખ્સ નાસ્તો કરવા આવેલ પરંતુ ખલાસ થઇ ગયેલ હોય તેમ છતાં બહારથી લઇ આવવાનું કહી આ શખ્સે દુકાનના માણસને તથા દુકાનદારને માર મારી દુકાનમાં રહેલો સામાન બહાર ફેકી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે.
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના ટાવર ચોકમાં મોહનભાઇ ઘનશ્યામભાઇ ટેકાણી ઉ.વ.૪૦ની જલારામ દાળપકવાન નામની દુકાન આવેલ હોય જયાં કોળીવાડામાં રહેતો વિજય ઉર્ફે ગીલા નામનો શખ્સ આવેલ તે દુકાનમાં કામ કરતા સુરેશ વાયલુને દાળપકવાન આપવાનું કહેલ પરંતુ દાળપકવાન ખલાસ થઇ ગયેલ હોય તેથી ગીલો ઉશ્કેરાઇ જઇ આલે પૈસા મારા માટે બીજી જગ્યાએથી નાસ્તો લઇ આવ તેમ કહેતા સુરેશએ નાસ્તો લેવા જવાની ના પાડતા ગીલો એકદમ ઉશ્કેરાઇ જઇ સુરેશને મનફાવે તેમ ગાળો બોલી માર મારવા લાગેલ અને દુકાનમાં પ્રવેશી સામાન બહાર ફેકી ખુરશીઓને તોડી નાખેલ તે સમયે દુકાનદાર મોહનભાઇએ ના પાડતા મોટર સાયકલને પાટુ મારી પછાડી દીધેલ અને તેમના ભાઇ પીંતાબરભાઇ ને ફોન કરી દુકાને બોલાવતા ફરી ગીલો દુકાને આવી બન્ને ભાઇઓને મન ફાવે તેમ ગાળો બોલી નાસ્તો આપવાની નાપાડી તો હવે જાનથી મારી નાખીશ તેમ કહી જતો રહેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવેલ છે.
આ અંગે પોલીસે વિજય ઉર્ફે ગીલો ની સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૫૨ મુજબ ગુન્હો નોંધી હે.કો. ભરતકુમાર મકવાણાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech