વેરાવળ: ચણાની ટેકાના ભાવે ખરીદીની મર્યાદા ૫૦ મણની કરાતા ખેડૂતોમાં અસંતોષ

  • March 09, 2021 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જીલ્લામાં ટેકા ના ભાવે થતી ચણાની ખરીદી આજે એક સેન્ટર ઉપર રપ ખેડૂતો ને બોલાવી શરૂ થનાર છે તેમજ ઘણા ખેડૂતોમાં આ ખરીદીને લઇને અસંતોષ જોવા મળી રહેલ છે જેમાં ખાતા દીઠ ૧રપ મણ ની જગ્યાએ ખાતા દીઠ પ૦ મણ ની ખરીદી કરવા નો નીયમ આવતા ખેડૂતોની ચિંતા મા વધારો થયો છે ત્યારે આ નીયમમાં ફેરફાર કરી ખાતા દીઠ વધારો કરવાની માંગ ઉઠેલ છે.


 ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકાઓમાં ૮૯,૫૭૨ હેકટરમાં વાવેતર થયેલ જેમાં જીલ્લામાં ઘઉં ના પાકનું સૌથી વધુ વાવેતર થયેલ છે. ૪૫,૨૭૧ હેકટરમાં વાવેતર થયેલ છે તેમજ ચણાનું વાવેતર ૨૪,૫૭૦ હેકટરમાં થયેલ હતું. આ રવિપાકની મૌસમ પુર્ણ થતા ખેડૂતોએ પોતાના ખેતરમાં પાક લેવાનું શરૂ કરેલ છે ત્યારે દરેક માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે જે માટે ગીર સોમનાથ જીલ્લામાં ર૦,૩પ૩ ખેડૂતોએ ટેકાના ભાવે ચણા ની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરેલ છે જેમાં ઉના યાર્ડ માં ૧૮ર૧ ખેડૂતો, કોડીનાર માં ર૩ર૦, ગીરગઢડા માં ૩૪૪૪, તાલાલ માં ૩પ૮ર, પાટણ-વેરાવળ માં ૪૧૯૬ તેમજ સુત્રાપાડા માં ૪૯૯૦ ખેડૂતોનો સમાવેશ થયેલ છે. પ્રથમ દિવસે એક પણ ખેડુત ની ચણાની ખરીદી કરવામા આવી ન હતી અને આખો દિવસ સિસ્ટમ સેટ કરવામાં આવી હોવાનું ગીર સોમનાથ જીલ્લાના પુરવઠા અધિકારી સુશીલ પરમાર એ જણાવેલ અને આજથી ખરીદી શરૂ થતા પ્રથમ દિવસે માત્ર રપ ખેડૂતો ની જ ખરીદી કરવામાં આવનાર છે.


 ઘણા ખેડૂતોમાં આ ખરીદીને લઇને અસંતોષ જોવા મળી રહ્યો હોય જેમાં જીલ્લામાં વરસાદી હોનારતના કારણે મગફળીનો ચોમાસું પાક નિષ્ફળ ગયેલ પરંતુ ખેડૂતોએ રવિપાક એટલે કે ચણા નું વાવેતર મોટા પ્રમાણમાં છે. સરકારી ખરીદી પ્રક્રિયામાં તમામ ખેડૂતો ખુશ હતા પરંતુ ખાતા દીઠ ૧રપ મણ ની જગ્યાએ ખાતા દીઠ પ૦ મણ ની ખરીદી કરવા નો નીયમ આવતા ખેડૂતોની ચિંતા મા વધારો થયો છે ત્યારે આ નીયમમાં ફેરફાર કરી ખાતા દીઠ વધારો કરવાની માંગ ઉઠેલ છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS