વેરાવળ: નેશનલ હાઈ-વેના ખામીભર્યા ડાયવર્ઝનને કારણે શહેરમાં વરસાદી પાણી ભરાયા

  • July 31, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ તાલુકામાં હાલ સુધી ૬૪ ઇંચ વરસાદ પડી ગયું છે આ તાલુકાની જરૂરત ૩૩ ઇંચ સુધીમાં પૂરી થઈ જાય છે છતાં પણ કુદરતની મહેરથી આ ગામમાં ખૂબ વરસાદ થયું છે તેના પરિણામે વેરાવળ થી છેક ૧૦ કિલોમીટર દૂર સુધીના વાડી વિસ્તારમાંથી હાઈવે ક્રોસ કરીને વેરાવલ ના ઘણા બધા વોર્ડમાં કમર ડૂબ પાણી હતા. ખાસ ખાસ કરીને વોર્ડ નંબર ૫ અને ૬ માં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનું પ્રવાહ હતું તેનું મુખ્ય કારણ એ છે કે  એટલે કે હાઇવે તરફથી ઝાયપીરની દરગાહ ને ત્યાંથી અને સિગડી રેસ્ટોરન્ટ ની સામેના ભાગેથી ખૂબ મોટા પ્રમાણમાં પાણીનું પ્રવાહ આવે છે.
​​​​​​​
આ ઉપરાંત વેરાવળ શહેર માં ઇન્ડિયન રેયોન કંપની તેમજ તેની આજુબાજુ બસ સ્ટેન્ડ તેમજ આજુ બાજુના મોટા પ્રમાણ નાં વિસ્તારો માં ખૂબ પાણી ભરાયુ હતું અને ખૂબ મોટા પ્રમાણ માં નુકશાન થયેલ હતું.આ નુકશાન ફકત આ ચોમાસા માં જ નહિ પણ જ્યારે પણ એક સાથે ૫ ઇંચ થી વધુ વરસાદ પડે છે ત્યારે આ પરિસ્થિતી સર્જાય છે અને તેનું મુખ્ય કારણ ફકત નેશનલ હાઇવે થી જે પાણી શહેર તરફ આવે છે તેના કારણે જ આ બધું થાય છે
જો આ પાણીના પ્રવાહને એક મોટી કેનાલ કે જે નમસ્તે હોટલથી લઈ અને સોમનાથ બાયપાસ સુધી બનાવવામાં આવે તો સંપૂર્ણ વાળી વિસ્તારનું પાણી થી કેનાલ દ્વારા દેવકા નદી અને દરિયામાં સમાઈ જાય તે હેતુથી  વડા હેમંત યાદવ નગરપાલિકા ચીફ ઓફિસર ચેતન ડુડીયા,પાવડી ચેરમેન બાદલભાઈ હુમ્બલ,કોંગ્રેસ વિપક્ષના નેતા ગુલામભાઈ ખાન, અફઝલ સર, સાહિલ શેખું,હનીફભાઈ મલેક, હાજીભાઈ પંજા, આમદભાઈ સોપારીવાલા એ રૂબરૂ સાઈડ વિઝીટ કરી અને જરૂરી દસ્તાવેજો સાથે જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી હતી અને અધિકારીઓએ ખાતરી આપેલ છે કે વહેલી તકે આ કામનો રિપોર્ટ ઉચ્ચ લેવલે પહોંચાડી કામ શરૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application