પોરબંદરના ભાજપ કાર્યાલય ખાતે મીટીંગનું આયોજન હોવાથી જિલ્લા પરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાને કારણે તેઓએ તેમના વાહનો યોગ્ય જગ્યાએ પાક કરવાની બદલે રોડ ઉપર ખડકી દીધા હતા જેના કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો આમ છતાં પોલીસ મુક પ્રેક્ષક બનીને ટ્રાફિક નિયમન માટે જોડાઈ હતી પરંતુ કોઈની સામે કાર્યવાહી કરી ન હતી.
પોરબંદરના બિરલા હોલથી છાયાચોકી તરફ જતા રસ્તે ભાજપ કાર્યાલય આવેલું છે જ્યા પાર્ટી લેવલની સદસ્યતા અભિયાન માટેની કામગીરી ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હોવાથી પોરબંદર જિલ્લાભરના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી ઘણા બધા આગેવાનો અને કાર્યકરોએ ટ્રાફિકના તમામ નિયમો નેવે મૂકીને રોડ ઉપર તેમના વાહનોના પાર્કિંગ કરી દીધા હતા. ફલાણા પ્રમુખ અને ઢીકણા પ્રમુખની નેમ પ્લેટ વાળી ગાડીઓ રોડ પર ખડકી દેવામાં આવતા આ રસ્તા પરથી અવાર-જવર કરતા વાહન ચાલકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય રીતે કોઈ વાહન ચાલક રોડની સાઈડમાં પણ પોતાનું ટુ-વ્હીલર કે ફોરવ્હીલ પાર્ક કરે તો પોરબંદર ટ્રાફિક શાખા અથવા તો સ્થાનિક પોલીસ તેની સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન રાખ્યા નો ગુનો નોંધીને જે તે વાહન ચાલકની ધરપકડ કરતી હોય છે અને તેની સામે કાનૂની કાર્યવાહી કરતી હોય છે પરંતુ પોરબંદર અને ગુજરાતમાં ભાજપની સત્તા છે અને ભાજપ કાર્યાલય પાસે જ વાહનોનો ખડકલો કરવામાં આવ્યો છે તેથી સ્વાભાવિક રીતે જ ટ્રાફિક પોલીસ પણ હળવા હાથે કામ લેતી હોય છે. પ્રજાના મતોથી ચૂંટાયેલા પદાધિકારીઓ અને કમળના ખેસ લગાવીને ફરતા ભાજપના આગેવાનો અને કાર્યકરો એ આ રસ્તાને ભાજપ પક્ષની પ્રોપર્ટી માનીને તેઓને ખબર છે કે કાર્યાલય ની બાજુમાં જ હોસ્પિટલ આવેલી છે અને ત્યાં દર્દીઓને લાવવા લઈ જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ છતાં પણ વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવાની તસ્દી લીધી ન હતી ભાજપના અમુક કાર્યકરોના ધ્યાને આ બાબત જતા તેઓ ટ્રાફિક નિયમનની કામગીરીમાં લાગી ગયા હતા પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ભાજપનો કેસરિયો ખેસ કે કમળ ગાડીમાં લગાડેલું હોય એટલે તેઓને કોઈ નીતિ નિયમ લાગુ પડે નહીં? શું પોરબંદરના કડક ગણાતા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા કે તેમની ટ્રાફિક શાખા કાર્યવાહી કરશે? તેવો સવાલ ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો કરતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech