યુપીના અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર હંગામો અને તોડફોડની ઘટના સામે આવી છે. કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્રીય કાર્યાલયની બહાર પાર્ક કરાયેલા ડઝનબંધ વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. હુમલાખોરો દારૂના નશામાં હતા અને સ્થળ પર હંગામો મચાવ્યો હતો. તોડફોડનો વિરોધ કરવા આવેલા કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓને પણ ભારે માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં કોંગ્રેસના ચાર કાર્યકરોને ઈજા થઈ હતી. આ ઘટના ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે તેઓ ઓફિસની અંદર હાજર હતા. જ્યારે બહાર તોડફોડનો અવાજ સંભળાયો ત્યારે તેઓ બહાર દોડી ગયા અને તોડફોડ કરનારનો પીછો કર્યો હતો. હાલ હુમલાખોરો ફરાર થઈ ગયા છે. કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આ ઘટનાને અંજામ આપવાનો આરોપ લગાવ્યો છે. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવ અંગે માહિતી મેળવી હતી. ફરિયાદ બાદ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા ચેરપર્સન સુપ્રિયા શ્રીનેતે એક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. પોલીસ મૂક પ્રેક્ષક બનીને રહી અને ભાજપે ગુંડાગીરી ચાલુ રાખી. કોંગ્રેસના પૂર્વ એમએલસી દીપક સિંહે કહ્યું કે ભાજપના કેટલાક કાર્યકરોએ દારૂના નશામાં તબાહી મચાવી હતી. કોંગ્રેસના કાર્યકરો તેનાથી ડરતા નથી. જ્યારે ભાજપે આ આરોપોને નકારી કાઢ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech