જામનગર જિલ્લાના નાગરિકો શાકભાજીના બિયારણ અને સેન્દ્રીય ખાતર ટોકન દરે મેળવી શકશે

  • August 01, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કિચન ગાર્ડન પ્રકારની પ્રવૃત્તિમાં રસ ધરાવતા લોકો માટે છે ઉત્તમ તક

જામનગર જિલ્લાના તમામ નાગરિકો પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તેમજ પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે હાનિકારક રસાયણ રહિત સીઝનના તાજા શાકભાજી પોતાના ઘર આંગણે ઉગાડી શકે તેમજ આખા વર્ષ દરમિયાન ઘરે બેઠા પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કિચન ગાર્ડન બનાવી શકે છે. પોતાના ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડા, ટમેટાં, રીંગણાં, મરચાં, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, દૂધી, કાકડી, મેથી અને ધાણા વગેરેનું વાવેતર કરી શકે તે માટે જામનગર નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા શાકભાજીના બિયારણ રૂ. ૫ પ્રતિ પેકેટ અને સેન્દ્રીય/ઓર્ગેનિક ખાતરનું ‚ા. ૧૦ પ્રતિ પેકેટના ટોકન દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જેથી, કિચન ગાર્ડન પ્રકારની પ્રવૃત્તિમાં રસ ધરાવતા નાગરિકોએ કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન- ૪, પહેલો માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે. આ અંગે, વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરવા માટે નાયબ બાગાયત નિયામક હિતેશ પટેલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application