BREAKING NEWS

જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાંથી શાક માર્કેટના દબાણો હટાવાયા

  • June 19, 2026 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના દેસાઈવાડી શાક માર્કેટ વિસ્તારમાં આજે નગરપાલિકા દ્રારા આક વલણ અપનાવી દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. રહેણાંક વિસ્તારમાં નડતરપ બનેલી શાકભાજીની રેંકડીઓ અને દબાણો દૂર કરવા પહોંચેલા પાલિકાના સ્ટાફ સામે રેંકડીધારકોએ ભારે વિરોધ નોંધાવતા વાતાવરણ ગરમાયું હતું. આખરે મામલો થાળે પાડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી.
  દેસાઈવાડી રહેણાંક વિસ્તારના સ્થાનિક રહીશો દ્રારા ચાર દિવસ પૂર્વે જ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ હતો કે, જાહેર રોડ પર શાકભાજીની લારીઓ ઉભી રહેતી હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, શાકભાજી વેચતા કેટલાક ફેરીયાઓ સ્થાનિક રહીશો સાથે ગાળાગાળી કરી ઝઘડો કરે છે, રોડ પર ફેંકાતા શાકભાજીના કચરાને કારણે રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય વધી ગયો છે, જેણે ભૂતકાળમાં ઘણા લોકોને ઢીંકે ચડાવી ઇજાગ્રસ્ત પણ કર્યા છે.
નગરપાલિકાનો સ્ટાફ યારે દબાણો અને રેંકડીઓ દૂર કરવા પહોંચ્યો ત્યારે રેંકડીધારકોએ ભારે રકઝક શ કરી દીધી હતી. રેંકડીધારકોનું કહેવું હતું કે તેઓ માલિકીની જગ્યામાં રેંકડી રાખે છે. છતાં તત્રં દ્રારા દબાણ બાબતે મક્કમ રહેતા રેંકડીધારક મહિલાઓ ભારે રોષે ભરાઈ હતી અને તત્રં સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જો અમને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નહીં આવે, તો અમને દા વેચતા શીખવાડો, અમે દા વેચીશું!
નગરપાલિકાના સ્ટાફ અને રેંકડીધારકો વચ્ચે ઘર્ષણ વધતા અને મામલો બિચકતા તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો બોલાવી લેવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં નગરપાલિકાએ માર્ગ નડતરપ તમામ રેંકડીઓ હટાવી રસ્તો ખુલ્લ ો કરાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application