ફેબ્રુઆરીમાં વેજ-નોનવેજ થાળીના ભાવમાં 5 ટકાનો ઘટાડો: રિપોર્ટ

  • March 11, 2025 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેટિંગ એજન્સી ક્રિસિલની એક શાખાએ ગઈકાલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં વેજ અને નોનવેજ થાળીના ભાવમાં 5 ટકાનો ઘટાડો થયો છે. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસે તેના માસિક 'રોટી રાઇસ રેટ' રિપોર્ટમાં જણાવ્યું છે કે નવી આવક વચ્ચે ડુંગળી, બટાકા અને ટામેટાના ભાવમાં માસિક ધોરણે અનુક્રમે 7 ટકા, 17 ટકા અને 25 ટકાનો ઘટાડો થયો છે.

ઉપરાંત, દક્ષિણ ભારતમાં બર્ડ ફ્લૂના ભયને કારણે માંગ ઓછી હોવાને કારણે બ્રોઇલરના ભાવમાં માસિક ધોરણે અંદાજે 5 ટકાનો ઘટાડો થયો છે.ક્રિસિલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર-રિસર્ચ પુષણ શર્માએ જણાવ્યું હતું કે શાકાહારી થાળીના ભાવમાં ઘટાડો શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને કારણે ઘટાડો થયો હતો, ખાસ કરીને ડુંગળી, ટામેટાં અને બટાકાના ભાવમાં ઘટડો જોવા મળ્યો છે. જ્યારે નોનવેજ થાળી માટે બ્રોઇલરના ભાવમાં ઘટાડો થવાથી ખર્ચમાં ઘટાડો થયો હતો.અહેવાલમાં જણાવાયું છે કે વાર્ષિક ધોરણે, ફેબ્રુઆરીમાં ઘરે રાંધેલા શાકાહારી થાળીના ભાવમાં 1 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે નોનવેજ થાળીના ભાવમાં લગભગ 6 ટકાનો વધારો થયો હતો.

રિપોર્ટમાં જણાવાયું છે કે શાકાહારી થાળીના ભાવમાં વાર્ષિક ધોરણે ઘટાડો ટામેટા અને લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરના ભાવમાં ઘટાડાને કારણે થયો હતો. ટામેટાના ભાવમાં વાર્ષિક ધોરણે 28 ટકાનો ઘટાડો થયો હતો અને તે મહિનામાં 23 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો, જે ગયા વર્ષે 32 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો, કારણ કે વાર્ષિક ધોરણે આવકમાં 20 ટકાનો વધારો થયો હતો.

નોનવેજ થાળીના ભાવમાં વધારો, બ્રોઇલરના ભાવમાં અંદાજે 15 ટકાનો વધારો થવાને કારણે થયો હતો. બ્રોઇલરના ભાવમાં વધારો જે માંસાહારી થાળીના ખર્ચના લગભગ 50 ટકા જેટલો હિસ્સો ધરાવે છે, તે ગયા વર્ષના નીચા આધારને આભારી છે જ્યારે વધુ પડતા પુરવઠાને કારણે ભાવમાં ઘટાડો થયો હતો.

'રોટી રાઇસ રેટ' રિપોર્ટ અનુસાર, મકાઈના ભાવમાં વાર્ષિક ધોરણે 6 ટકાના વધારાને કારણે ફીડ ખર્ચમાં વધારો પણ આ વધારામાં ફાળો આપે છે.ક્રિસિલે જણાવ્યું હતું કે ઘરે થાળી બનાવવાનો સરેરાશ ખર્ચ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં પ્રવર્તમાન ઇનપુટ ભાવોના આધારે ગણવામાં આવે છે. માસિક ફેરફાર સામાન્ય માણસના ખર્ચ પર થતી અસરને પ્રતિબિંબિત કરે છે. આ ડેટા થાળીના ભાવમાં ફેરફાર માટે જવાબદાર ઘટકો (અનાજ, કઠોળ, બ્રોઇલર્સ, શાકભાજી, મસાલા, ખાદ્ય તેલ અને રસોઈ ગેસ) પણ દર્શાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application