ટામેટાંના ભાવમાં ઘટાડાથી શાકાહારી થાળી ૪ ટકા સસ્તી, માંસાહારીમાં ૧૨ ટકાનો ઘટાડો

  • September 07, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રાવણ મહિનામાં મોટાભાગના લોકોએ માંસાહારી ખોરાકથી દૂર રહેવાને કારણે ટામેટાં અને મરઘાંના ભાવમાં થયેલા ઘટાડાને કારણે ઓગસ્ટ ૨૦૨૪માં ઘરેલું ભોજન ચાર ટકા સસ્તું થઈ ગયું છે. રેટિંગ એજન્સી ક્રિસિલના માસિક રિપોર્ટ રોટી ચાવલ રેટ અનુસાર ટામેટાના ભાવમાં ઘટાડો થવાને કારણે શાકાહારી થાળીની કિંમત માસિક ધોરણે ચાર ટકા અને વાર્ષિક ધોરણે ૮ ટકા ઘટીને . ૩૧.૨ થઈ ગઈ છે. શાકાહારી થાળીની કિંમત જુલાઈમાં . ૩૨.૬ અને ઓગસ્ટ માં . ૩૪ હતી. માંસાહારી થાળીનો ભાવ જુલાઈમાં . ૬૧.૪ની સરખામણીએ ત્રણ ટકા ઘટીને . ૫૯.૩ થયો છે. વાર્ષિક ધોરણે કિંમતમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં માંસાહારી થાળીની કિંમત ૬૭.૫ પિયા હતી. ક્રિસિલના રિપોર્ટ અનુસાર ઓગસ્ટમાં થાળીના ભાવ વધુ ઘટા હોત. પરંતુ, ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો ૧૫ પિયા અને બટાકાના ભાવમાં ૧૩ પિયા પ્રતિ કિલોના વાર્ષિક વધારાને કારણે તે થઈ શકયું નથી. ઓગસ્ટમાં ટામેટાના ભાવ માસિક ધોરણે ૨૩ ટકા અને વાર્ષિક ધોરણે ૫૧ ટકા ઘટીને . ૫૦ પ્રતિ કિલો થયા છે. જુલાઈમાં ટામેટાંનો ભાવ ૬૬ પિયા અને ઓગસ્ટમાં ૧૦૨ પિયા પ્રતિ કિલો હતો. ખાધતેલ, મરચાં અને જીરાના ભાવમાં પણ અનુક્રમે ૬ ટકા, ૩૦ ટકા અને ૫૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. એલપીજીના ભાવમાં ઘટાડાને કારણે ઈંધણની કિંમતમાં ૨૭ ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, ચિકનના ભાવમાં માસિક ધોરણે ત્રણ ટકા અને વાર્ષિક ધોરણે ૧૩ ટકાનો ઘટાડો થયો છે. આ કારણે, વાર્ષિક ધોરણે માંસાહારી થાળીના ભાવમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application