પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના પ્રાકટય દિન નિમિત્તે યોજાયા વિવિધ કાર્યક્રમો

  • September 02, 2024 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાષ્ટ્રીય સંત પરમ ભાગવતકાર, શિક્ષણક્ષેત્રમાં સતત યોગદાન આપનારા પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ સાન્દીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર શહેર તેમજ દેશ-વિદેશમાં અનેક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો. 
તા. ૩૧મી ઓગષ્ટના એ પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ જે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એજ ઉપક્રમમાં  વર્ષે પણ સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન અને દેશ તથા વિદેશમાં વસતાં બૃહદ સાન્દીપનિ પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો, અન્નદાન, વિદ્યાદાન, મેડિકલ કેમ્પસ, વૃક્ષારોપણ જેવા અનેક સામાજિક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો.
 શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, વર્ધાપનપૂજા, એવં વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રપાઠ
તા. ૩૧-૦૮-૨૦૨૪, શનિવારે સવારે ગુ‚જનો એવં ઋષિકુમારો દ્વારા વિધિવત્પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને સમગ્ર વિશ્ર્વનું કલ્યાણ થાય એવા સંકલ્પથી શ્રીહરિમંદિરમાં ધ્વજા પૂજનવિધિ કરવામાં આવી અને સર્વેશિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ. આ સાથે સુસંકલ્પપૂર્વક શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે સંસ્કૃત પાઠશાળાના ગુ‚જનો હરિપ્રસાદ બોબડેજી, આચાર્ય બિપિનભાઈ જોષી એવં અન્ય ગુ‚જનો તથા ઋષિકુમારો દ્વારા વર્ધાપન પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી. આ સાથે ઋષિકુમારો દ્વારા સામૂહિક વિષ્ણુસહસ્રનામસ્તોત્રના પાઠ પણ કરવામાં આવ્યા હતા. 
૬૮દીપ પ્રજ્વલન
પૂજ્ય ભાઈશ્રીના ૬૮મા પ્રાકટ્ય ઉત્સવ નિમિત્તે શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનના સાન્નિધ્યમાં ગુ‚જનો, ટ્રસ્ટીઓ, ભાવિકો અને ઋષિકુમારો દ્વારા ૬૮ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા.  આ મંગલ અવસરે સાન્દીપનિ પરિવારના અતિથીઓ અને પોરબંદર શહેરના શ્રેષ્ઠીઓ તથા ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. 
સાંજે શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટય દિવસ નિમિત્તે સામૂહિક સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો તેમજ આ સાથે ઔદિચ્ય ગોહિલવાડીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામૂહિક વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી ગિરિશભાઈ વ્યાસ, યોગેશભાઈ જોષી, ડો. સુરેશભાઇ ગાંધી, ડો. ભરતભાઈ ગઢવી તથા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. 
અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ
પોરબંદરની સંસ્થાઓમાં મિષ્ટાન્ન ભોજન સેવા
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે પોરબંદરની અનેક સંસ્થાઓમાં સાન્દીપનિ સંસ્થા દ્વારા મિષ્ટાન્ન ભોજન આપવામાં આવ્યું હતું. જેમાં જી.આઇ.ડી.સી. માં રસિક બાપા રોટલા વાળા ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં બાળકોને, પ્રાગજી આશ્રમ (ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ)માં રહેતા તમામ મનોરોગીઓને,  છાયા ખાતે આવેલ ગાંધી આશ્રમના માનસિક દિવ્યાંગ તમામ બાળકોને,  સ્વ.ચંદ્રકાન્તભાઈ જોષીની શિશુ કુંજમાં રહેતા તમામ બાળકોને મિષ્ટાન્ન ભોજન આપવામાં આપવામાં આવ્યું હતું.
અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં સાન્દીપનિ દ્વારા ભોજન સહાય
આ સિવાય પોરબંદરમાં અતિવૃષ્ટિના લીધે પુરગ્રસ્ત વિસ્તારના લોકોને જે-જે આશ્રયસ્થાનોમાં રાખવામાં આવેલ હતા તે તમામ આશ્રયસ્થાનોમાં આજે સેવાદિવસના ભાગ‚પે સાન્દીપનિ સંસ્થાના ઋષિકુમારો દ્વારા ‚બ‚ સ્થળ પર જઇને ૧૩૦૦ જેટલા લોકોને ગરમ ગરમ ભોજન પુ‚ પાડવામાં આવેલ હતુ તથા પુરપીડિત લોકો માટે બુંદી-ગાંઠિયાના ૨૦૦૦ ફુડ પેકેટ્સ તૈયાર કરી વહીવટીતંત્રને સોંપવામાં આવેલ હતા
વૃક્ષારોપણ
વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું એ પૂજ્ય ભાઈશ્રીનો પહેલેથી જ ‚ચીનો વિષય રહ્યો છે. આથી પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ સેવાદિવસના અવસરે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ પરિસરમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ, પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર અને રાજકોટની જાણીતી સંસ્થા સદ્દભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં પોરબંદરના મહાનુભાવો, સાન્દીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજના સેવાદિવસ નિમિત્તે સાન્દીપનિમાં આ અવસરે ડો. સુરેશભાઇ ગાંધી, મોસ્ટ સિનિયર ફીઝીશ્યન, સાન્દીપનિ સત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરતભાઈ ગઢવી, રાજર્ષિ ડો. વિરમભાઈ ગોઢાણિયા,  ગોઢાણિયા કોલેજના ડાયરેકટર,  ભરડા, અનિલભાઈ કારિયા, પૂર્વ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ,  ભરતભાઈ રાજાણી, પૂર્વ પ્રમુખ  ચેમ્બર ઓફ કોમર્સ,  જતીનભાઈ હાથી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ, વૃક્ષારોપણની સદ્પ્રવૃત્તિમાં જોડાયેલા ગ્રીન પોરબંદરના સભ્યો રામદેવભાઈ મોઢવાડિયા, ડો. આશિષ શેઠ, ડો. દશરથ પટેલ, નીરવભાઈ મોનાણી,  સાન્દીપનિ પરિવારના અતિથિઓ, સંસ્કૃત પાઠશાળાના ગુ‚જનો અને ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા. 
આ સિવાય આ સેવાદિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થા સહિત દેશ-વિદેશમાં વસતા સાંદીપનિના બૃહદપરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો તથા અન્નકિટ વિતરણ, વિદ્યાદાન, મેડીકલ કેમ્પસ, વૃક્ષારોપણ ગૌસેવા, જ‚રિયાતમંદોને રાશનકિટ વિતરણ જેવા અનેકવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application