મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળ મજૂરી નાબુદી માટે જાગૃતિ લાવવા વિવિધ પ્રયાસો

  • June 17, 2021 10:37 AM 

બાળ મજૂરીની આર્થિક, સામાજિક અને માનસિક અસરો વિશે વાલીઓને માહિતીગાર કરી શિક્ષણના મહત્વ વિશે સમજૂત કરાયા 

‘‘વિશ્વ બાળ મજૂરી નાબુદી દિવસ‘‘ નિમિતે લોકોમાં બાળકોના અધિકારો વિશે જાગૃતિ આવે અને બાળ મજૂરીની બાળકના આરોગ્ય અને બાળ માનસ પર થતી અસરો વિશે સમાજમાં જાગૃતિ લાવવા મહિલા અને બાળ અધિકારી સી.ડી.ભાંભીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના વિવિધ માળખાઓ જેવા કે સખી-વન સ્ટોપ સેન્ટર, મહિલા શકિત કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જેવી બિન સરકારી સંસ્થાઓ તથા આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોની મદદથી જામનગરના વિવિધ પછાત વિસ્તારોમા, બાળકોને મજૂરીએ ન મોકલવા અને 14 વર્ષ સુધીના તમામ બાળકોને શાળામાં પ્રવેશ કરાવી શિક્ષણ અપાવવા માટે તેમજ બાળ મજૂરીની આર્થિક, સામાજિક અને માનસિક અસરો વિશે વાલીઓને સમજાવેલ. 14 વર્ષથી ઓછી ઉમર ધરાવતા કોઇ પણ બાળક પાસેથી કોઇ પણ કામ કરાવવું એ કાનૂની અપરાધ છે તેનાં વિશે સમજાવી બાળકોના મૂળભૂત અધિકારો, શિક્ષણનું મહત્વ, આરોગ્ય વગેરે વિશે માહિતી પૂરી પાડેલ તથા કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરી તેમને માસિક સમય દરમિયાનની સ્વચ્છતા વિશે સમજાવેલ.‘‘બેટી બચાઓ બેટી પઢાઓ‘‘ ના લોગો સાથેના માસ્ક વિતરણ કરી ’વ્હાલી દીકરી યોજના’, 181 મહિલા હેલ્પ લાઇન તેમજ મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ તકે પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિત, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્રસંચાલક હેતલબેન અમેથિયા અને કેસ વર્કર ઉષાબેન રાઠોડ, વિશ્રાંતિ પુનાની અને દક્ષાબેન આંબલીયા મહિલા શક્તિ કેન્દ્રના કર્મચારી કસાદબેન ગજણ,અને ધરાબેન જોષી, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારી રેખાબેન અને હેતલબેન તથા વિસ્તારના લોકો હાજર રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS