પોરબંદરમાં લોહાણા જ્ઞાતિના બાળકો અને બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના પોરબંદર ઝોન લેડીઝ વિંગ દ્વારા તા.૪.૧૨.૨૦૧૬ થી આજ પર્યંત લોહાણા જ્ઞાતિનાં બહેનો તથા બાળકો માટે વૈજ્ઞાનિક, બૌધ્ધિક, સામાજિક, શૈક્ષણિક વગેરે સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ જરી એવા નોખા-અનોખા અને અવનવા પ્રોજેક્ટ્સનું આયોજન અવારનવાર કરવામાં આવે છે.એ જ રીતે ગુપુર્ણિમા, સીનીયર સીટીઝન ડે, સ્વાતંત્ર્યદિન, શિક્ષકદિનના સંદર્ભમાં તા. ૧૫.૮.૨૦૨૪ નાં માતૃ પિતૃ ગુવંદના કાર્યક્રમ સાથે ઉમર વર્ષ ૧૬ થી ઉપર કોઈ પણ ઉંમરના બહેનો માટે આપણી ભાવિપેઢી એટલે કે બાળકો પાસે આપણી અપેક્ષાઓ છે અને તેઓનું પોતાના માતા-પિતા પ્રત્યે શું કર્તવ્ય હોવું જોઈએ? તે વિષય ઉપર બે મીનીટમાં વક્તવ્ય આપવાનું હતું, વક્તવ્યના પ્રોજેક્ટમાં પચ્ચીસ બહેનો તથા માતૃપિતૃ,ગુરુવંદનામાં કુલ પચાસ પાર્ટીસીપન્ટસે ઉત્સાહભેર ભાગ લીધેલો હતો,કાર્યક્રમની શઆત પ્રાર્થના અને ઓમકારના ઉચ્ચારણથી કરવામાં આવી હતી.વક્તવ્યનાં વિજેતાઓ ક્રિષ્નાબેન મનિષભાઇ રૈયારેલા,વંદનાબેન સંજયભાઈ રાયઠ્ઠઠા,મીતાલીબેન અશોકભાઈ કોટેચા હતા.માતૃ-પિતૃ ગુવંદના પ્રોજેક્ટમાં કુલ પચાસ સહભાગીઓ કે જેમાં બાળકોએ તેમનાં મમ્મી પપ્પા અને ગુજીની પુજા કરીને આરતી ઉતારીને વંદન કર્યા હતા. અને વક્તવ્યમાં પચ્ચીસ સ્પર્ધકોએ પાર્ટીસીપન્ટસે ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમનાં જજ તરીકે ચાર્મીબેન એચ.રાજા્ તથા ગુંજલબેન ડી. મોનાણીએ સેવા આપી હતી અને તેઓનું મેમેન્ટો્ આપીને સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.જજ ચાર્મીબેન એચ. રાજાએ સ્વાતંત્ર્યદિન સંદર્ભમાં વક્તવ્ય આપ્યું હતુઆ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરનાં પ્રમુખ રૂષિતાબા પરમાર, રીજીયોનલ ચેરમેન નિધિબેન શાહ-મોઢવાડીયા, સેક્રેટરી હરદતભાઈ ગોસ્વામી, પાઠશાળાના ગુરુજી જટાશંકરભાઈ જોષી વગેરેએ ખાસ હાજરી આપી સૌને મોટીવેશન આપ્યું હતુ.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ભાવિકાબેન જી. રાડીયા, જીજ્ઞાબેન બી. તન્ના,દર્શનાબેન ડી. મોનાણી,મનિષાબેન એમ. રાયચુરા, અલ્પાબેન એચ. અમલાણી, સીમાબેન આર. કોટક, દુર્ગાબેન આર. લાદીવાલા, વંદનાબેન ડી.રૂપારેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: લાલપુરમાં ટ્રક પલટી જતા મોટી જાનહાની ટળી
March 11, 2025 12:44 PMજામનગર: ટાઉનહોલ સર્કલમાં કુખ્યાત બનેલી ટોળકીનો આંતક યથાવત
March 11, 2025 12:25 PMટીમ ઈન્ડિયાને ટ્રોફી આપતી વખતે પીસીબીની ગેરહાજરી અંગે આઈસીસીએ કરી સ્પષ્ટતા
March 11, 2025 12:21 PMસ્વર્ગ જેવો સુંદર દેશ: ભાગેડુ લલિત મોદીએ વાનુઆતુની તસવીરો શેર કરી
March 11, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech