વનતારાના સ્થાપક અને સ્વપનધ્ષ્ટ્રા પરોપકારી અનતં મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્કયૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ vantara.in લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શકિતશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટુટીવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે, જે સંસ્થાની વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન, એયુકેશન અને રિસર્ચ પ્રત્યેની ઐંડી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
નવી વેબસાઇટની મુખ્ય વિશેષતા તેની ૩૬૦–ડિગ્રી વિજ્યુઅલ ટૂર છે, જેમાં મુલાકાતીઓ વનતારાની દુનિયામાં ખોવાઈ જાય છે, સાથે સાથે સંસ્થાની પ્રાણી સંગ્રહાલય તરીકે નહીં પરંતુ રેસ્કયૂ અને રેહાબિલિટેશન કેન્દ્ર તરીકેની ઓળખને મજબૂત બનાવે છે. આ પ્લેટફોર્મ ઇન્ટરેકિટવ મોશન ગ્રાફિકસ અને એનિમેશન દ્રારા પ્રાણીઓની વાર્તાઓને જીવતં બનાવતો ડાયનેમિક અને વિયુઅલથી સમૃદ્ધ અનુભવ પૂરો પાડે છે. અડચણો વગરની ડિઝાઇનના તત્વો પ્રાણીઓ અને તેમના રહેઠાણો વચ્ચેના ઐંડા સંબંધો દર્શાવે છે. ડેસ્કટોપથી લઈને ટેબ્લેટ અને સ્માર્ટફોન સુધીના બધા ડિવાઇસીસ માટે સંપૂર્ણપણે આપ્ટિમાઇઝ કરેલી આ સાઇટ તમામ પ્લેટફોર્મ પર વપરાશકર્તાને સરળ અને સુસંગત અનુભવ પૂરો પાડે છે. ખાસ પ્રકારની તસવીરો અને લીલા રંગના થીમ આધારિત ધ્શ્યોનો વિચારપૂર્વક ઉપયોગ વનતારાના પર્યાવરણ પ્રત્યેના સભાન મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂકે છે.
આગામી મહિનાઓમાં વનતારા તેની વેબસાઇટ પર અનેક પ્રજાતિઓનો જ્ઞાનકોશ લોન્ચ કરશે – એક એવું વ્યાપક પ્લેટફોર્મ જેમાં વિવિધ પ્રજાતિઓ, તેમના રહેઠાણો, આહાર, સંભાળની જરિયાતો અને બચાવ પ્રયાસોની ઐંડાણપૂર્વકની વિગતો આપવામાં આવશે, જે વન્યજીવન માહિતી માટે એક જ ઠેકાણે ઉપલબ્ધ સંસાધન તરીકે સેવા આપશે. પ્રાણીઓના કલ્યાણમાં ઐંડો રસ ધરાવનારા લોકો માટે આ પ્લેટફોર્મ ગેટવે તરીકે કાર્ય કરીને સ્વયંસેવક, કોલાબોરેશન અને કારકિર્દી ઘડવાની તકો પૂરી પાડશે. આ લોન્ચ વનતારાની ડિજિટલ યાત્રામાં એક મુખ્ય સીમાચિન્હપ છે, જે એક એવી જગ્યા તૈયાર કરે છે યાં કન્ઝર્વેશનનો ઇનોવેશન સાથે સમન્વય થાય છે અને ગ્લોબલ ઓડિયન્સને પ્રકૃતિ અને વન્યજીવનના રક્ષણ, જતન અને સમજવાના તેના મિશન સાથે વધુ અર્થપૂર્ણ રીતે જોડાવા સક્ષમ બનાવે છે.
તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન કરાયેલું વનતારા ગુજરાતના જામનગર સ્થિત એક વિશ્વ કક્ષાની રેસ્કયૂ એન્ડ કન્ઝર્વેશન માટેની પહેલ છે. આ સંસ્થાએ વૈશ્વિક સ્તરે ૨,૦૦૦થી વધુ એનિમલ રેસ્કયૂ મિશન હાથ ધર્યા છે અને ચિત્તાઓને ભારતીય જંગલોમાં પાછા લાવવા, એશિયાઈ સિંહોની વસ્તીને પુનર્જીિવત કરવા અને સંરક્ષણમાં જન્મેલા અને ઉછરેલા ગેંડાઓને રિઇન્ટ્રોડૂસ કરવા જેવી મુખ્ય પહેલો થકી વનતારા ભારતના વન્યજીવન વારસાને પુન:સ્થાપિત કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech