કાલાવડમાં સાસુએ મજુરી કામે જવાનું કહેતા લાગી આવવાથી વહુનો આપઘાત

  • April 08, 2021 07:47 PM 

જામનગરમાં ઇલેક્ટ્રીક શોક લાગતા લુહાર વૃધ્ધનો ભોગ લેવાયો

કાલાવડ તાલુકાના માછરડા સોસાયટીમાં રહેતી પરિણીતાને તેની સાસુએ મજુરી કામે જવાનું કહ્યું હતું જે બાબતે તેણીને લાગી આવતા ગળાફાંસો ખાઈને જીવાદોરી ટુંકાવી લીધી હતી જ્યાંરે જામનગરના દિગ્વિજય પ્લોટ 49 રોડ પર દુકાનની સાફ સફાઈ કરતી વેળાએ લોખંડનો પાઈપ ઉપર જતી ઈલેક્ટ્રીક લાઈનને અડી જતા શોક લાગવાથી લુહાર વૃદ્ધનું મૃત્યુ નીપજયું હતું.

કાલાવડ તાલુકાના માછરડા સોસાયટી ખાતે રહેતી વર્ષાબેન મનસુખભાઈ બાબરીયા ઉમર વર્ષ 29 નામની પરિણીતાને તેના સાસુએ મજૂરી કામે જવાનું કહ્યું હતું જે બાબતે તેણીને મનમાં લાગી આવતાં ગઈકાલે પોતાના ઘરે એકલા હોય ત્યારે દરવાજો અંદરથી બંધ કરીને પંખા સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ કાલાવડ ટાઉન પોલીસમાં મનસુખભાઈ બાબરીયા દ્વારા કરવામાં આવતા પોલીસ દ્વારા પ્રાથમિક વિગતોના આધારે તપાસ આગળ વધારી છે. પરિણીતાના આપઘાતના બનાવ થી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

બીજા બનાવમાં જામનગરના ગોકુલ નગર, અયોધ્યા નગરી રામમંદિરની આગળ રહેતા અને લુહારી કામ કરતા છોટુભાઈ દેવજીભાઈ કવા ઉંમર વર્ષ 70 નામના વૃદ્ધ ગઈકાલે દિગ્વિજય પ્લોટ 49 રોડ પર કૃપા ફેબ્રીકેશન ખાતે પોતાની દુકાન ઉપર સાફ સફાઈનું કામ કરતા હતા એ વખતે લોખંડનો પાઈપ ગોઠવતા ઉપર જતી ઈલેક્ટ્રીક લાઈનને અડી જતા શોક લાગી જવાથી સખત રીતે શરીરે દાઝી જતાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું પોલીસ મથકે જાહેર થયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS